અમદાવાદ / સુપરસ્પ્રેડરના કેસોના વિવાદ બાદ AMCનો કોરોના દર્દીઓનું લિસ્ટ જાહેર ન કરવાનો નિર્ણય, હવે અમદાવાદીઓ એલર્ટ કેમ થશે?

AMC decides not to release list of corona patients after controversy over superspeeder cases
X
AMC decides not to release list of corona patients after controversy over superspeeder cases

દિવ્ય ભાસ્કર

May 22, 2020, 01:10 PM IST

અમદાવાદ. કોરોનાના કેસો મામલે અમદાવાદ દેશના ટોપ 10 શહેરોમાં ત્રીજા ક્રમે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શહેરમાં કયા વિસ્તારમાં કેટલા પોઝિટિવ કેસો આવ્યા છે તે અંગે દર્દીઓના નામ, જાતિ અને ઉંમરની યાદી બહાર પાડતું આવ્યું છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી કોર્પોરેશને આ યાદી આપવાની બંધ કરી દીધી છે, આમ તમારા વિસ્તારમાં કોઈ કેસ છે કે નહીં તે જાણવું મુશ્કેલ બન્યું છે, જેથી નાગરિકો હવે ભગવાન ભરોસે છે. જો દર્દીઓનું લિસ્ટ બહાર પાડવામાં આવે તો નાગરિકોને કયા વિસ્તારમાં કે સોસાયટીમાં કેટલા કેસ આવ્યા છે તેની જાણ થઈ શકે અને પોતે સાવચેત બની શકે. પરંતુ કોર્પોરેશન હવે અમદાવાદીઓથી આંકડા દ્વારા છુપાવી રહી છે. 

સુપર સ્પ્રેડરના આંકડાને લઈ રાજ્ય સરકારના આંકડામાં ગરબડ થઈ હતી
અમદાવાદમાં કોરોના વાઇરસની પરિસ્થિતિ બેકાબુ બની જતાં રાજ્ય સરકાર દ્વારા ખાસ અધિકારી તરીકે ડો. રાજીવકુમાર ગુપ્તાની અને મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર તરીકે મુકેશકુમારની નિમણૂંક કરી છે. અમદાવાદમાં સુપર સ્પ્રેડરના 709 પોઝિટિવ કેસોના વિવાદ બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પોઝિટિવ દર્દીઓના વિસ્તાર વાઇઝ લિસ્ટ આપવાનું બંધ કરી દેવામાં આવ્યું છે. સુપર સ્પ્રેડરના કેસોની સંખ્યામાં વધારો થતાં તમામ સુપર સ્પ્રેડરના ટેસ્ટ કરાવ્યા હતા જેમાં કુલ 709 જેટલા સુપર સ્પ્રેડરના ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા. આ આંકડાને લઇ રાજ્ય સરકારના પોઝિટિવ કેસોની યાદીમાં ગરબડ થઈ હતી. જેને કારણે વિવાદ થતા અમદાવાદીઓથી એક બાદ એક માહિતી છુપાવવાની શરૂઆત કરવામાં આવી છે. 

પશ્ચિમ વિસ્તારમાં કેસનો વધારો થતા કોર્પોરેશન બચાવની સ્થિતિમાં 
પૂર્વ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાએ જેમ પહેલા પોઝિટિવ દર્દીઓના નામ જાહેર કરવાનું બંધ કરી અને માત્ર વિસ્તારની યાદી આપવાની શરૂ કરી હતી. જેના પગલે હવે નવા મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમાર અને ડો.રાજીવકુમાર ગુપ્તા પણ ચાલી રહ્યા છે. છેલ્લા બે ચાર દિવસથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પોઝિટિવ દર્દીઓની યાદી જાહેર કરવાની બંધ કરી દેવામાં આવી છે. અમદાવાદ શહેરમાં હવે કોટ વિસ્તારમાં ઓછા અને પશ્ચિમ વિસ્તાર તરફ કેસોમાં વધારો થતાં તેમજ સુપર સ્પ્રેડરોના કેસો વધી જતાં તંત્રએ આંકડાકીય માહિતી સાથે હવે લિસ્ટ પણ જાહેર કરવાનું બંધ કરી દીધું છે. પશ્ચિમ વિસ્તારમાં કેસનો વધારો થતા બચાવની સ્થિતિમાં હોય તેમ આ નિર્ણય લેવાયો હોય તેમ લાગી રહ્યું છે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી