તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદીઓ આ લાઈન જોઈ લો:કોરોનાના એગ્રેસિવ ટેસ્ટિંગ શરૂ થતાં લોકોની ટેસ્ટ માટે લાઈનો, 200 મીટરના અંતરે વસ્ત્રાપુરમાં નવું ટેસ્ટિંગ સેન્ટર

અમદાવાદ7 દિવસ પહેલા
AMCએ વસ્ત્રાપુરમાં જ એક ટેસ્ટિંગ સેન્ટરથી 200 મીટર દૂર નવું ટેસ્ટિંગ સેન્ટર શરૂ કરવું પડ્યું
  • અમદાવાદ શહેરમાં કોરોનાએ ફરી એકવાર ઉથલો મારતા કોરોનાના 207 પોઝિટીવ કેસ નોંધાયા

અમદાવાદમાં દિવાળીના તહેવાર બાદ કોરોનાના દર્દીઓમાં એકદમ વધારો થયો છે. લોકડાઉન સમયે કોરોના ગુજરાતમાં ટોપ પર હતો તેવી સ્થિતિ ફરી નિર્માણ પામી રહી છે. ત્યારે શહેરના જુદાજુદા વિસ્તારોમાં કોરોનાનો ટેસ્ટ કરાવવા માટે લોકોની લાઈનો લાગી રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા પણ શહેરમાં એગ્રેસિવ ટેસ્ટિંગ કરવા માટે શહેરના વિવિધ વિસ્તારોમાં નવા ટેસ્ટિંગ સેન્ટર શરૂ કરાઈ રહ્યા છે. દિવાળી પહેલા પણ લોકો કોરોનાના ટેસ્ટ કરાવવા ઉમટી પડતા હતા.

દિવાળી પહેલા પણ ટેસ્ટ માટે લાઈનો લાગી હતી
શહેરમાં દિવાળીના તહેવારના પગલે નાના મોટા બજારોમાં લોકોનો ઘસારો હતો. ત્યારે મોટી સંખ્યામાં લોકો ભેગા થાય અથવા સંપર્કમાં આવે તો કોરોનાનો ગ્રાફ વધવાનો ભય હતો. તેને પગલે AMC દ્વારા દુકાનદારો અને કર્મચારીઓના ટેસ્ટ કરવા સુચના આપી હતી. જો કે આ બધી કવાયત બાદ પણ ટેસ્ટ માટે લાંબી લાઈન લાગી હતી અને ક્યાંય સોશિયલ ડિસ્ટન્સ જળવાતું ન હતું. વસ્ત્રાપુર તળાવ પાસે કોરોનાનો રેપીડ ટેસ્ટ કરવામાં આવતો હતો ત્યારે ત્યાં ટેસ્ટ કરવા માટે લાંબી લાઈન લાગેલી જોવા મળતી હતી. એટલું જ નહીં લાઈનમાં 50 જેટલા લોકો સોશિયલ ડિસ્ટન્સ રાખવાના બદલે એકબીજાને લગોલગ ઉભેલા જોવા મળતા હતા.

દિવાળી પહેલા પણ કોરોના ટેસ્ટ કરાવવા લોકોની લાઈનો લાગી હતી
દિવાળી પહેલા પણ કોરોના ટેસ્ટ કરાવવા લોકોની લાઈનો લાગી હતી

શહેરમાં કોરોનાએ ઉથલો માર્યો
અમદાવાદ શહેરમાં કોરોનાએ ફરી એકવાર ઉથલો માર્યો છે. છેલ્લા 24 કલાકમાં શહેરમાં કુલ 207 નવા કેસ નોંધાયા છે. જ્યારે શહેરમાં 4 દર્દીના મોત થયા છે. તેમજ શહેરમાં 205 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. અમદાવાદમાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 46,023 થયો છે. જ્યારે 40,739 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે અને મૃત્યુઆંક 1,949 થયો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- ઘર-પરિવારને લગતાં કાર્યોમાં વ્યસ્ત રહેશો. તમે તમારી બુદ્ધિ દ્વારા મહત્ત્વપૂર્ણ કાર્યો પૂર્ણ કરવામાં સક્ષમ પણ રહેશો. આધ્યાત્મિક તથા જ્ઞાનવર્ધક સાહિત્યોને વાંચવામાં પણ સમય પસાર થશે. નેગેટિવ...

વધુ વાંચો