તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સફાઈકર્મીઓની હડતાળનો મામલો:AMC કમિશનરે સફાઈકર્મીઓની રજૂઆત સાંભળવા સ્પેશિયલ કમિટી રચી, આજે કમિશનર અને પ્રતિનિધિઓ વચ્ચેની ચર્ચામાં કોઈ ઉકેલ ન આવ્યો

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કેટલાક સભ્ય દ્વારા કમિશનર સાથે ઉગ્રતાથી વાતચીત કરવામાં આવી
  • પોલીસે અટકાવતા ઝપાઝપી કરી અને ઉગ્ર સૂત્રોચ્ચાર કરી મીટીંગમાંથી બહાર જતાં રહ્યાં

અમદાવાદ શહેરના સફાઈકર્મીઓ વારસાઈ હકની માગ સાથે હડતાળ પર છે ત્યારે આજે મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમાર દ્વારા સફાઈકર્મીઓને પોતાના પ્રશ્નોની રજુઆત કરવા બોલાવવામાં આવ્યા હતા. નોકર મંડળ સાથે સફાઈકર્મીના પ્રતિનિધિઓ કમિશનરને મળવા આવ્યા હતા. જેમાં કેટલાક સભ્ય દ્વારા કમિશનર સાથે ઉગ્રતાથી વાતચીત કરવામાં આવી હતી. જેમાં પોલીસે અટકાવતા ઝપાઝપી કરી અને ઉગ્ર સૂત્રોચ્ચાર કરી મીટીંગમાંથી બહાર જતાં રહ્યાં હતાં. કોરોનામાં કમિશનરબી વ્યસ્તતા વચ્ચે સફાઈકર્મીઓને સાંભળતા શાંતિથી વાતચીતની જગ્યાએ ઉગ્રતા દાખવતા હવે તેઓની માટે ત્રણ ડેપ્યુટી કમિશનરની એક સ્પેશિયલ કમિટીની રચના કરી છે.

સફાઈકર્મીના પ્રતિનિધિઓ કમિટી સાથે ચર્ચા અને રજુઆત કરી શકશે
મ્યુનિસિપલ કમિશનર દ્વારા કોરોનાની કામગીરી વચ્ચે સફાઈકર્મીઓને તેમના પ્રશ્નોની રજુઆત સાંભળવા માટે બપોરે ત્રણ વાગ્યાનો સમય આપવામાં આવ્યો હતો છતાં તેઓ પાંચ વાગ્યે કમિશનરને મળવા આવ્યા હતા. જેમાં સફાઈકર્મીઓના પ્રશ્નોની જગ્યાએ અન્ય પ્રશ્નો અંગે ચર્ચા કરવા લાગ્યા હતા. વારસાઈના હક અંગેનો જે પ્રશ્ન છે તે સંપૂર્ણ નીતિવિષયક પ્રશ્ન છે જેની સમજણ કમિશનર દ્વારા આપવામાં આવી હતી છતાં તેઓ સમજવા તૈયાર થયા ન હતા. જેથી હવે ડેપ્યુટી કમિશનર મુકેશ ગઢવી, દિલીપ રાણા અને આરજવ શાહની સ્પેશિયલ કમિટી બનાવી છે. સફાઈકર્મીના પ્રતિનિધિઓ આ કમિટી સાથે ચર્ચા અને રજુઆત કરી શકશે. કમિશનરને અહેવાલ અંતિમ નિર્ણય માટે આપશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

વધુ વાંચો