ઢોર ત્રાસ અંકુશ વિભાગ એક્ટિવ:અમદાવાદમાં રખડતાં ઢોરને ડબ્બે પૂરવા માટે CNCD વિભાગે વિવિધ વોર્ડમાં 9 ટીમ બનાવી, બે શિફ્ટમાં કામગીરી શરૂ કરી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 75 જેટલા પશુઓના માલિકો પાસેથી રૂપિયા 4.50 લાખનો દંડ પણ વસૂલાયો
  • 42 જેટલા પશુ માલિકો સામે ફરિયાદ પણ કરવામાં આવી
  • પશુ માલિકો પકડાયેલા ઢોર છોડવવા વાહનો લઈને આવતાં ટ્રાફિક પોલીસે 8 વાહનો ડિટેઈન કર્યા

અમદાવાદમાં રસ્તા પર રખડતા ઢોરની ફરિયાદ ઉઠવા પામી છે. રખડતાં ઢોરને ડબ્બે પૂરવામાં અધિકારીઓ ભ્રષ્ટાચાર કરતા હોવાનું બહાર આવ્યું છે. કામગીરી અંગેની ફરિયાદો બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના CNCD વિભાગ દ્વારા અલગ અલગ વોર્ડમાં 9 જેટલી ટીમો બનાવીને 2 શિફ્ટમાં ઢોર પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે.

876 જેટલા પશુઓને પકડવામાં આવ્યા
ચાલુ ઓક્ટોબર મહિનામાં ઢોર ત્રાસ અંકુશ વિભાગ (CNCD વિભાગ) દ્વારા 876 જેટલા પશુઓને પકડવામાં આવ્યા છે તો 75 જેટલા પશુઓના માલિકો પાસેથી રૂપિયા 4.50 લાખનો દંડ પણ વસૂલ કરવામાં આવ્યો છે. 42 જેટલા પશુ માલિકો સામે ફરિયાદ પણ કરવામાં આવી છે.

238 જેટલા ઢોરો પર RFID લગાવાયા
ઉપરાંત 238 જેટલા ઢોરો પર RFID લગાવવામાં આવી છે. CNCD વિભાગના કર્મચારીઓ ઢોર પકડવા જાય છે ત્યારે તેમના વાહન પાછળ પશુ માલિકો પણ સાધનો લઈને દોડે છે જેવા 8 જેટલા વાહનોને ટ્રાફિક પોલીસ દ્વારા ડિટેઇન કરવામાં આવ્યા છે. ઢોર માટે ઘાસચારો અને પેન્ડલ રિક્ષા લઈને ઊભા રહેતા લોકો સામે પણ અલગ અલગ વિસ્તારો અને વોર્ડમાં પણ કામગીરી કરવામાં આવી છે. આવા ન્યૂસન્સ સામે પણ દંડાત્મક કામગીરી કરવામાં આવી છે. અને નોટિસ પાઠવવામાં આવી છે તેઓ આવી રીતે ખુલ્લા ઢોર લઈને ફરે નહીં