તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

RTIમાં મળેલી માહિતી:AMCએ ગટર, પાણી, રોડની ફરિયાદો માટેનો ટોલ ફ્રી નંબર બંધ કર્યો છતાં 8 વર્ષમાં કોલની સંખ્યા બમણી

અમદાવાદ21 દિવસ પહેલાલેખક: અલ્પેશ ભટ્ટ
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

મ્યુનિ.માં પ્રાથમિક સુવિધાની ફરિયાદો સતત વધતી રહી છે. ફરિયાદો પાછળ જ લોકોએ ગયા વર્ષે વિવિધ ટેલિફોન કંપનીઓને 16.12 લાખની રકમ ચૂકવવી પડી છે. એક તબક્કે જે નંબર ટોલ ફ્રી જાહેર કરાયો હતો, તે 1550303 નંબર ટોલ ફ્રી નહીં રહેતાં એક ફરિયાદ કરવામાં પણ લોકોના રૂ.3 કપાઇ રહ્યા છે. જ્યાં શરૂઆતમાં 2013-14માં જ્યાં આ ટોલ ફ્રી નંબર પર 254408 ફરિયાદો આવી હતી ત્યાં ગત 2020-21માં 537389 જેટલી ફરિયાદો આવી છે. જે દર્શાવે છેકે, માત્ર 8 વર્ષમાં ફરિયાદો બમણી થઇ ગઇ છે.

આ અંગે એડવોકેટ મુનાફ મેમણે કરેલી આરટીઆઇમાં ચોંકવનારી વિગતો બહાર આ‌વી છે. તેમણે જણાવ્યું હતું કે, 2013માં મ્યુનિ. દ્વારા 1550303 નંબર ટોલ ફ્રી નંબર જાહેર કરાયો હતો. જેના પર કોઇપણ નાગરિક તેમના વિસ્તારની ફરિયાદ કરી તેનો ઉકેલ લાવી શકે તે માટે આ યોજના શરૂ કરવામાં આવી હતી. જે નંબર પર ફોન કરતાં નાગરિકોનું બેલેન્સ કપાતું ન હતું. જોકે હવે આ નંબર પર ફોન કરનારના બેલેન્સ કપાઇ રહ્યા છે. તેમણે કરેલી આરટીઆઇમાં મ્યુનિ.એ જવાબ આપ્યો હતોકે, આ નંબરની સેવા ટોલ ફ્રી સેવા નથી.

મોટાભાગે આ ફરિયાદો મળતી હોય છે
રોડ રિપેરિંગ, ઝાડ પડવું, દીવાલ પડવી, ગટર ઉભરાવી, ભૂવો પડવો, રસ્તો બેસી જવો, પાણી સપ્લાયની લાઇન, પાણી નહી આવવું સહિતની ફરિયાદો થાય છે. આ ફરિયાદનો એસએમએસ સબંધિત જવાબદાર કર્મચારી, અધિકારીને જાય છે. તેમજ આ કામગીરી એક દિવસથી એક સપ્તાહમાં કઇ રીતે પૂર્ણ કરવી તેની પણ સ્પષ્ટ ગાઇડ લાઇન હોય છે. ફરિયાદ પૂર્ણ થઇ કે કેમ? તે બાબતે પણ તેનું મોનિટરિંગ કરાય છે. ફરિયાદી પોતાની ફરિયાદનું સ્ટેટસ પણ દર્શાવવામાં આવે છે. અધિકારીઓ પણ તેનું સ્ટેટસ ચકાસી શકે છે અને સંતોષ ન થાય તો ફરીથી તે અંગે ફરિયાદ કરી શકો છો.

ઉકેલ વગર જ ફરિયાદ બંધ દર્શાવાય છે
સામાન્ય રીતે ફરિયાદોનો નિકાલ કરવા માટે ચોક્કસ સમય આપવામાં આવતો હોય છે. જે સમય મર્યાદમાં જો ફરિયાદનો નિકાલ ન થાય તો તે મુદ્દે અધિકારી- કર્મચારીએ જવાબ આપવાનો થાય તેવી સ્થિતિ ન થાય તે માટે કેટલાક સમયે તેને પુરી થયેલી જાહેર કરાય છે. જોકે ખરેખર ફરિયાદનો નિકાલ ન થયો હોવાથી આ બાબતે ફરીથી ફરિયાદ નોંધાવી શકે છે.

કયા વર્ષે કેટલી ફરિયાદ આવી?

વર્ષ (નાણાકીય)ફરિયાદો
2013/14254408
2014/15360474
2015/16297869
2016/17290798
2017/18299066
2018/19316732
2019/20390762
2020/21537389
એપ્રિલથી 27 જૂન142918
અન્ય સમાચારો પણ છે...