અમદાવાદમાં વેક્સિનેશન:AMCએ અમદાવાદના 27 શોપિંગ મોલમાં વેક્સિનેશન અંગે ચેકિંગ કર્યું, 2038 લોકો વેક્સિન વગર મળતાં સ્થળ પર જ વેક્સિન આપવામાં આવી

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
વેક્સિનેશન ચેકિંગ દરમિયાન વેક્સિન ન લેનારને સ્થળ પર જ અપાઈ - Divya Bhaskar
વેક્સિનેશન ચેકિંગ દરમિયાન વેક્સિન ન લેનારને સ્થળ પર જ અપાઈ
  • સોમવારથી AMTS, BRTS, કાંકરીયા લેક્ર્ફન્ટ, કાંકરીયા ઝુ, સાબરમતી રિવરફ્રન્ટ વગેરેની જગ્યાએ વેક્સિન વગર પ્રવેશ નહીં મળે

કોરોનાથી સુરક્ષિત રહેવા માટે સરકારે વેક્સિનેશન શરૂ કરવામાં આવ્યું છે. અમદાવાદ શહેરમાં હજી પણ કેટલાક લોકોએ વેક્સિન લીધી નથી. જેથી કોર્પોરેશને હવે નવો નિર્ણય જાહેર કરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (વેકસીન) હસ્તક આવતી તમામ બિલ્ડિંગ અને જગ્યામાં સોમવારથી પ્રવેશ માટે વેક્સિન લીધેલી હોવી ફરજિયાત કરી છે. બીજી તરફ શહેરમાં આવેલા શોપિંગ મોલમાં આવતા મુલાકાતીઓના વેક્સિનેશન અંગે ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. આજે કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા 27 જેટલા શોપિંગ મોલમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં 8827 લોકોના ચેકિંગ દરમિયાન 2038 જેટલા લોકોએ વેક્સિન લીધેલી ન હોવાથી તેઓને સમજાવી વેક્સિન આપવામાં આવી હતી.

લોકોને સમજાવીને વેક્સિન અપાઈ
અમદાવાદ શહેરમાં 35.59 લાખ લોકોને વેક્સિનનો પહેલો ડોઝ અને 16.44 લાખ લોકોને બીજો ડોઝ આમ કુલ 53.03 લાખ લોકોએ વેક્સિન લઇ લીધી છે. બાકીના લોકો પણ જેઓ વેક્સિન માટે 18 વર્ષથી ઉપરની વય ધરાવે છે, તેઓને વેક્સિન લેવાના પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે. જેના ભાગરૂપે આજે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા 27 જેટલા શોપિંગ મોલમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. 6 જેટલા શોપિંગ મોલમાં સ્થળ પર જ વેક્સિનેશન આપવાની વ્યવસ્થા ગોઠવી હતી. 2038 જેટલા લોકોએ વેક્સિન લીધેલી ન હોવાથી તેઓને સમજાવી સ્થળ પર જ વેક્સિન આપવામાં આવી હતી. વેક્સિનની જાગૃતતા માટે શહેરમાં 800 જેટલા વાહનોમાં ઓડિયો ક્લિપ વગાડી તેમજ 1.5 લાખ પેમ્પ્લેટ વહેચવામાં આવ્યા છે.

સોમવારથી AMC હસ્તક તમામ બિલ્ડિંગમાં વેક્સિન લેનારને જ પ્રવેશ
સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન હિતેશ બારોટે Divyabhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, AMTS-BRTS બસ, કાંકરિયા વગેરે જગ્યાએ વેક્સિન પહેલો ડોઝ લીધેલો હોવો જરૂરી છે. તેમજ બીજો ડોઝ લેવાની પાત્રતા ધરાવતા હોવા છતાં જો તેઓએ બીજો ડોઝ નહીં લીધો હોય તો 20 સપ્ટેમ્બર સોમવારથી બિલ્ડિંગમાં AMC હસ્તક તમામ બિલ્ડિંગોમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.

પહેલો કે બંને ડોઝ ફરજિયાત રહેશે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ AMTS, BRTS, કાંકરીયા લેક્ર્ફન્ટ, કાંકરીયા ઝુ, સાબરમતી રિવરફ્રન્ટ, લાઈબ્રેરી, જિમખાના, સ્વીમીંગ પુલ, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, સિવિક સેન્ટર, AMCની તમામ બિલ્ડિંગ જેવી કે ઝોનલ, સબ ઝોનલ ઓફિસ તેમજ દાણાપીઠ મુખ્ય ઓફિસમાં પ્રવેશ માટે વેક્સિનનો પહેલો ડોઝ અને બીજો ડોઝ પણ લેવો ફરજિયાત છે.

અન્ય સમાચારો પણ છે...