તંત્ર એક્શન મોડમાં:AMCએ રોગચાળો વકરતાં 2300 એકમોનું ચેકિંગ કરી 1200 એકમોને નોટીસો ફટકારી, 31 લાખથી વધુનો દંડ વસૂલ્યો

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
રોગચાળો અટકાવવા તંત્ર એક્શન મોડમાં - Divya Bhaskar
રોગચાળો અટકાવવા તંત્ર એક્શન મોડમાં
  • અમદાવાદમાં બાળકોમાં પણ પાણી અને મચ્છરજન્ય બીમારીઓમાં વધારો થયો.
  • શહેરમાં મેલેરિયા, ડેન્ગ્યૂ અને ચિકનગુનિયાનો ઉપદ્રવ વધી રહ્યો છે.

અમદાવાદ શહેરમાં ચોમાસાની સિઝન ચાલુ થતાં જ રોગચાળાએ માથું ઉંચક્યું છે. ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા જેવા રોગોએ શહેરમાં હવે માથું ઊંચક્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 1 ઓગસ્ટથી 14 ઓગસ્ટ સુધીમાં નોંધાયેલા 64 જેટલા ડેન્ગ્યુના કેસોમાંથી શહેરમાં અલગ અલગ વિસ્તારમાં ડેન્ગ્યુ થયેલા દર્દીઓના ઘરે સર્વે કરતા ગોતા, ચાંદલોડિયા, સરખેજ, થલતેજ, દરિયાપુર, રબારીકોલોની, નરોડા, રાણીપ, નવરંગપુરા વિસ્તારમાં ડેન્ગ્યુના મચ્છરો હોવાનું બહાર આવ્યું છે. રોગચાળો વકરતાં જ AMCએ પગલાં લેવાનું શરૂ કરી દીધું છે. AMCએ શહેરમાં મચ્છરના બ્રિડિંગ હોય તેવા 2300 એકમોનું ચેકિંગ હાથ ધરીને 1200 એકમોને નોટીસો ફટકારી હતી. જેમાં 31 લાખ રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. જ્યાકે 3 લાખથી વધુ મકાનોમાં ફોગીંગ કર્યું છે.

મેટ્રો રેલની કામગીરીના સ્થળે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો
અમદાવાદમાં હાલમાં મેટ્રો રેલની કામગીરી ચાલી રહી છે. આ કામગીરીના તમામ સ્થળોએ મચ્છરોનો ઉપદ્રવ વકર્યો છે. મેટ્રો ઓથોરીટિ દ્વારા આ મુદ્દે પણ કોઈ કાર્યવાહી કરી નથી. શહેરમાં તુટેલા બંધ ફુવારામાં પણ મચ્છરો પેદા થઈ રહ્યા છે. ત્યારે AMCમાં રિક્રીએશન કમિટીની બેઠકના ઝીરો અવર્સમાં બંધ ફુવારાની સફાઈ કરાવી ફોગિંગ કરવાની માંગણી ઉઠી હતી. બીજી તરફ મેટ્રો કામગીરી દરમિયાન થતાં પાણીના ઉપયોગ બાદ વેડફાઈ ગયેલા પાણીમાં મચ્છરો પેદા થઈ રહ્યાં છે.

AMCએ વિવિધ એકમોમાં ચેકિંગ હાથ ધર્યું ( ફાઈલ ફોટો)
AMCએ વિવિધ એકમોમાં ચેકિંગ હાથ ધર્યું ( ફાઈલ ફોટો)

ચાલુ માસમાં ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસ વધ્યાં
મચ્છરજન્ય રોગચાળાના કેસ જોઈએ તો મલેરિયાના વર્ષ 2019માં 4102, વર્ષ 2020માં 618 અને 2021માં અત્યાર સુધી 278 કેસ નોંધાયા છે. તો ચાલુ માસે ઓગસ્ટ મહિનામાં 60 કેસ નોંધાયા છે. ઝેરી મલેરિયાના વર્ષ 2019માં 204, વર્ષ 2020માં 64 અને 2021માં અત્યાર સુધી 15 કેસ નોંધાયા છે. તો ચાલુ માસે ઓગસ્ટ મહિનામાં 3 કેસ નોંધાયા છે. ડેન્ગ્યુના 2019માં 4547, વર્ષ 2020માં 432 અને વર્ષ 2021માં અત્યાર સુધી 236 કેસ નોંધાયા છે. તો ચાલુ માસે ઓગસ્ટ મહિનામાં 64 કેસ નોંધાયા છે. ચિકનગુનિયા વર્ષ 2019માં 183, વર્ષ 2020માં 923 અને વર્ષ 2021માં અત્યાર સુધી 229 કેસ નોંધાયા છે. તો ચાલુ માસે ઓગસ્ટ મહિનામાં 47 કેસ નોંધાયા છે.

જ જગ્યાએ મચ્છરના બ્રિડિંગ મળ્યાં ત્યાં દંડનિય કાર્યવાહી ( ફાઈલ ફોટો)
જ જગ્યાએ મચ્છરના બ્રિડિંગ મળ્યાં ત્યાં દંડનિય કાર્યવાહી ( ફાઈલ ફોટો)

ઓગસ્ટ મહિનામાં ટાઈફોઈડના 152 કેસ નોંધાયા
પાણી જન્ય રોગચાળાની વાત કરીએ તો ઝાડા-ઉલટીના 2019માં 7161, 2020માં 2072 અને 2021માં અત્યાર સુધી 2246 કેસ નોંધાયા છે તો ચાલુ માસે ઓગસ્ટ મહિનામાં 191 કેસ નોંધાયા છે. કમળાના 2019માં 2922, 2020માં 664 અને 2021માં અત્યાર સુધી 687 કેસ નોંધાયા છે. તો ચાલુ માસે ઓગસ્ટ મહિનામાં 86 કેસ નોંધાયા છે. ટાઈફોઈડના 2019માં 5267, 2020માં 1338 અને 2021માં અત્યાર સુધી 1119 કેસ નોંધાયા છે. તો ચાલુ માસે ઓગસ્ટ મહિનામાં 152 કેસ નોંધાયા છે. કોલેરાના 2019માં 93 અને 2021માં અત્યાર સુધી 59 કેસ નોંધાયા છે.