તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તહેવારને લઈને તૈયારી:અમદાવાદમાં ગણપતિ મૂર્તિ વિસર્જન માટે AMC કૃત્રિમ કુંડ બનાવાશે, કોર્પોરેશન ગણેશ ઉત્સવ કોમ્પિટિશન પણ યોજશે

અમદાવાદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • નવરાત્રિથી નવા રોડ- રસ્તાઓ બનાવવાની શરૂઆત કરાશે
  • સ્મશાન ગૃહમાં જે સી એન જી ભઠ્ઠીઓ છે તેમના ઓપરેશન અને મેન્ટેનન્સના કામોને હાથ ધરાશે

કોરોનાના કહેરના કારણે ગત વર્ષે ગણેશોત્સવ તહેવાર ઉજવવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો. જો કે હાલમાં કોરોનાના કેસો સાવ ઓછા હોય સરકારે 4 ફૂટ સુધીની મૂર્તિ રાખવા મંજૂરી આપી છે. જેને ધ્યાનમાં રાખી વિસર્જન માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિસર્જન કુંડ બનાવવા માટેના ટેન્ડર બહાર પાડી દેવામાં આવ્યા છે. શહેરમાં અલગ અલગ જગ્યાએ કૃત્રિમ કુંડ બનાવવામાં આવશે. ઉપરાંત કોર્પોરેશન દ્વારા દર વર્ષે જે રીતે ગણેશ ઉત્સવ કોમ્પિટિશન રાખવામાં આવે છે. જેમાં શહેરના સૌથી શ્રેષ્ઠ ગણપતિની મૂર્તિને ઇનામો આપવામાં આવે છે તે પણ આયોજન કરવામાં આવશે.

એક મહિનાની અંદર કામો શરૂ કરી દેવાશે
સ્ટેન્ડિંગ કમિટીમાં 25 કરોડના ખર્ચે ઉત્તર, પૂર્વ , મધ્ય , અને પશ્ચિમ ઝોનમાં નવી ડ્રેનેજ લાઇન નાખવા માટે અને જે ડ્રેનેજ લાઈનો હાલમાં છે તેમાં રિપેરિંગ અને અપગ્રેડેશનના કામો મંજૂર કરવામાં આવ્યા છે. જેમાં 25 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. આ ઉપરાંત એન એ એફ ઈ ડીને 500 ટીડીપી બાયો ફ્યુઅલ પ્લાન્ટ નાખવા માટે પણ મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત તને ગ્યાસપુર ખાતે જગ્યા આપવામાં આવી છે, જેમાં તે પ્લાન્ટ બનાવી શકશે. આગામી 2 મહિનામાં જે પણ રોડના કામો મંજૂર કરવામાં આવ્યા છે. તે તમામ કામો આગામી એક મહિનાની અંદર જ શરૂ કરી દેવામાં આવશે, એટલે કે નવરાત્રિથી આ રોડના કામોની શરૂઆત કરવામાં આવશે.

સ્મશાન ગૃહના ઓપરેશન અને મેન્ટેનન્સના કામોને હાથ ધરાશે
સ્મશાન ગૃહમાં જે સી એન જી ભઠ્ઠીઓ છે. તેમના ઓપરેશન અને મેન્ટેનન્સના કામોને હાથ ધરવામાં આવશે. કોરોના બીજી લહેરમાં જે રીતે લોકો મૃત્યુ પામ્યા હતા અને સ્મશાનમાં લાઈન હતી. જેને લઈને સી એન જી ભઠ્ઠી પણ પીગળી ગઈ હતી. આ ઉપરાંત અનેક ભઠ્ઠીઓ તૂટી પણ ગઈ છે જેને લઈને પણ રિપેરિંગનું કામ હાથ ધરવામાં આવી રહ્યું છે. પૂર્વ પશ્ચિમ, ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ ઝોનના અલગ અલગ વોર્ડમાં રોડ રિગ્રેડ અને રિસરફેસ આ ઉપરાંત મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્લોટોની ફરતે કમ્પાઉન્ડ વોલ બનાવવા માટે પણ મંજૂરી આપવામાં આવી છે.