તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમદાવાદમાં ડિમોલિશન:AMC દ્વારા શહેરના કોટ વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામ તોડ્યા, એસ્ટેટ વિભાગ બે દિવસથી કામગીરીમાં જોતરાયું

અમદાવાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
મધ્ય ઝોનમાં ડિમોલિશનની કામગીરી કરાઈ - Divya Bhaskar
મધ્ય ઝોનમાં ડિમોલિશનની કામગીરી કરાઈ
  • જી ક્લબ લેડીઝ ક્લોથ શોપની સામે ગ્રાઉન્ડ ફ્લોરથી ફર્સ્ટ ફ્લોર સુધીનું 1064 ચોરસ ફૂટનું ગેરકાયદેસર બાંધકામ તોડાયું
  • કાલુપુર ધારિયાની પોળ સાંઈબાબા કોમ્પ્લેક્ષની જગ્યાએ ગેરકાયદેસર 3230 ચોરસ ફૂટનું બાંધકામ તોડાયું

અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગના અધિકારીઓ રહેમનજર હેઠળ અનેક ગેરકાયદેસર બાંધકામ બની જાય છે. ત્રણ-ત્રણ નોટિસ આપવામાં આવે છે. પરંતુ ગેરકાયદેસર બાંધકામ તોડવામાં આવતા નથી. શહેરમાં મધ્ય ઝોનમાં સૌથી વધુ ગેરકાયદેસર બાંધકામ હોય તેને તોડવા માટે કમિટીમાં ચર્ચા થયા બાદ બે દિવસથી ગેરકાયદેસર બાંધકામ તોડવાની કામગીરી કરવામાં આવી રહી છે.

આજે મધ્ય ઝોનના એસ્ટેટ વિભાગે જી ક્લબ લેડીઝ ક્લોથ શોપની સામે ગ્રાઉન્ડ ફ્લોરથી ફર્સ્ટ ફ્લોર સુધીનું 1064 ચોરસ ફૂટ જગ્યાનું ગેરકાયદેસર બાંધકામ તોડી દૂર કરવામાં આવ્યું હતું. કાલુપુર ધારિયાની પોળ સાંઈબાબા કોમ્પ્લેક્ષની જગ્યાએ ગેરકાયદેસર સેલર, ગ્રાઉન્ડ ફ્લોરથી પાંચ માળ તેમજ સ્ટેર કેબિન સુધી 3230 ચોરસ ફૂટ જગ્યાનું બની ગયું હતું.

બે દિવસથી ગેરકાયદેસર બાંધકામને તોડવામાં આવી રહ્યા છે
બે દિવસથી ગેરકાયદેસર બાંધકામને તોડવામાં આવી રહ્યા છે

કોર્પોરેશન દ્વારા નોટિસ આપી ત્રણ વાર સીલ કરવામાં આવ્યું હતું. છતાં સીલ તોડી વપરાશ શરૂ કરી દેવામાં આવ્યો હતો. જે મામલે કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાઇ હતી. આજે એસ્ટેટ વિભાગે પોલીસ બંદોબસ્ત સાથે આ બાંધકામ દૂર કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...