ઓઢવ ઇન્દિરાનગરના આવાસ યોજનામાં ફાળવાયેલી 52 દુકાનમાંથી 29માં વચ્ચોવચ પિલર બનાવી દેવા તેમજ સ્ટ્રક્ચરલ ખામીઓ બાબતે મ્યુનિ. અધિકારીએ તપાસ રિપોર્ટ માગ્યો છે.
આવાસ યોજનામાં બનાવેલા મકાનોનું લોકાર્પણ હજુ થોડા સમય પહેલા જ મુખ્યમંત્રીના હસ્તે થયું હતું. જે મકાનોમાં બનાવવામાં આવેલી દુકાનોની વચ્ચે જ પિલર આવતો હોવાથી દુકાનમાં સામાન લઇ જવો પણ મુશ્કેલ બની જાય તેવી સ્થિતિ છે.
આ ઉપરાંત તેમાં હલકી ગુણવત્તાનું મટીરિયલ વપરાયું હોવાના આક્ષેપો વચ્ચે મ્યુનિ. ડે. કમિશનરે આ મામલે રિપોર્ટ માગ્યો છે. આ અહેવાલને અનુસાર જ સમગ્ર બાબતમાં તપાસ આગળ વધશે. પાર્કિંગની જગ્યામાં જ જ્યાં દુકાનો બાંધી દેવામાં આવી છે ત્યારે આ પ્લાનને મંજૂરી કઇ રીતે મળે તે બાબતે અનેક તર્ક વિતર્ક વચ્ચે તપાસ ચાલી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.