આગોતરી જાણ:અમદાવાદમાં સપ્ટેમ્બર મહિનામાં ફાયર NOC રિન્યુ કરવાની 329 બિલ્ડીંગોની યાદી AMCએ જાહેર કરી, વાંચો સંપૂર્ણ લિસ્ટ

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
તસવીર પ્રતિકાત્મક છે - Divya Bhaskar
તસવીર પ્રતિકાત્મક છે
  • રીન્યુઅલ યાદીમાં સૌથી વધુ હોસ્પિટલ, સ્કૂલો અને હોટલ, ઉપરાંત કોમર્શિયલ, રેસિડેન્સીયલ બિલ્ડીંગોનો સમાવેશ
  • નિરમા યુનિવર્સિટી, સિમ્સ હોસ્પિટલ, સાકાર સ્કૂલનો પણ સમાવેશ

અમદાવાદ શહેરમાં અનેક બિલ્ડીંગ ફાયર NOC ન હોવાને લઇ ગુજરાત હાઈકોર્ટની ફટકાર બાદ અમદાવાદ ફાયરબ્રિગેડ દ્વારા લોકોને NOC રીન્યુઅલ અંગે આગોતરી જાણ કરવાની શરૂઆત કરી છે. તમામ બિલ્ડીંગમાં તપાસ કરી અને જેઓને ફાયર NOC નથી તેઓને મેળવી લેવા હવે આધુનિક પદ્ધતિનો ઉપયોગ શરૂ કર્યો છે. સપ્ટેમ્બર 2021માં જે પણ કોમર્શિયલ, રેસિડેન્સિયલ, હોસ્પિટલ, હોટલો વગેરેને NOC રિન્યુ કરવાની છે તેનું લિસ્ટ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ પર જાહેર કરી દીધું છે. જેમાં 329 જેટલી બિલ્ડીંગનો લિસ્ટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. છેલ્લી તારીખ પહેલા આ તમામ બિલ્ડીંગના માલિકો અને કબજેદારોને NOC લેવા ફાયરબ્રિગેડ દ્વારા જણાવવામાં આવ્યું છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનને જાહેર કરેલા લિસ્ટ માટે અહીં ક્લિક કરો

તસવીર પ્રતિકાત્મક છે
તસવીર પ્રતિકાત્મક છે

બિલ્ડિંગના જવાબદારે ફાયર NOC રીન્યુ કરવાની રહેશે
અમદાવાદ ફાયર અને ઇમરજન્સી સર્વિસ દ્વારા અપનાવવામાં‌ આવેલી નવી કોમ્પ્યુટરરાઈઝ ડેટાબેઝ મેનેજમેન્ટ પદ્ધતિ દ્વારા પ્રતિ માસ જે બિલ્ડીંગની ફાયર NOC રીન્યુ કરાવવાની તારીખ નજીક આવતી હોય તેવા બિલ્ડિંગોને આગોતરી જાણ કરતો પત્ર મોકલવાના શરૂ કરવામાં‌ આવ્યા છે. જેથી તેઓ પોતાની NOC રીન્યુ કરાવવાની પ્રકિયા શરૂ કરી દે અને સમયસર NOC મેળવી શકે. જે બિલ્ડિંગો દ્વારા સપ્ટેમ્બર 2020 દરમિયાન ફાયર NOC લેવામાં આવેલી હતી. તે સપ્ટેમ્બર 2021માં‌ રિન્યુ કરાવવાની થાય છે. આવા બિલ્ડીંગોનું‌ લિસ્ટ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ www.ahmedabadcity.gov.in પર પણ ઉપલબ્ધ કરાવવામાં‌ આવ્યા છે. આ તમામ 329 બિલ્ડિંગના વપરાશકર્તાઓને જાણ કરવામાં‌ આવી છે કે તેઓ બિલ્ડીંગની ફાયર NOC રીન્યુ કરાવવાની તારીખ નજીક આવતી હોવાથી બિલ્ડિંગના જવાબદાર વ્યક્તિઓને ફાયર NOC રીન્યુ કરાવી લેવાની રહેશે.

સપ્ટેમ્બર માસમાં NOC રિન્યુ માટેના બિલ્ડીંગની યાદી

એક્રોપોલીસ મોલએસજી હાઇવે
ગેલેક્સી હાઇટ્સનિકોલ
કલાસાગર શોપીંગ હબઘાટલોડિયા
મેટ્રોપોલિટન કોર્ટ કોમ્પલેક્ષઘી કાંટા
સમરસ ગર્લ્સ હોસ્ટેલનવરંગપુરા
બર્ગર કિંગએસજી હાઇવે
નેસ્ટ પબ્લિક સ્કૂલનિર્ણયનગર
ST, ANNS સ્કૂલકબીર ચોક, સાબરમતી
લિટલ ફ્લાવર સ્કૂલડીકેબિન
શ્રી ગણેશ કન્યા વિદ્યાલયપ્રાથમિક શાળા - નવાવાડજ
નિરમા યુનિવર્સિટી/નિરમા વિદ્યાવિહારએસજી હાઇવે
સિમ્સ હોસ્પિટલબસોલા
ગંગોત્રી હોટલનરોડા
રજવાડું હોટલજીવરાજપાર્ક
નિકોલ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનિકોલ
સત્યમ હોસ્પિટલબાપુનગર
અન્ય સમાચારો પણ છે...