Corona Update LIVE Ahmedabad / કલેક્ટરે જિલ્લા કન્ટ્રોલરૂમ શરૂ કર્યો, 20 હજાર ફૂડ પેકેટ મોકલાયા, સવારે 4થી 8 કાલુપુર માર્કેટ ખુલ્લું રહેશે

અમદાવાદ જિલ્લામાં મોકલવા માટે તૈયાર કરવામાં આવેલા ફૂડ પેકેટ્સ
અમદાવાદ જિલ્લામાં મોકલવા માટે તૈયાર કરવામાં આવેલા ફૂડ પેકેટ્સ
X
અમદાવાદ જિલ્લામાં મોકલવા માટે તૈયાર કરવામાં આવેલા ફૂડ પેકેટ્સઅમદાવાદ જિલ્લામાં મોકલવા માટે તૈયાર કરવામાં આવેલા ફૂડ પેકેટ્સ

  • કાલુપુર માર્કેટમાં લોકોની ભીડ ભેગી થઈ, મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનર દોડ્યા
  • મોટી સંખ્યામાં લોકો શાકભાજી અને કરીયાણું લેવા આવ્યા હતા
  • લોકોની ભીડ થતાં કોર્પોરેશન અને પોલીસની ટીમ માર્કેટમાં પહોંચી હતી

દિવ્ય ભાસ્કર

Mar 26, 2020, 10:26 PM IST

અમદાવાદ: સમગ્ર દેશમાં અત્યારે લોકડાઉન કરવામા આવ્યું છે. લોકોને ઘરની બહાર ન નીકળવા સૂચના આપવામાં આવી છે. જીવન- જરૂરીયાતની વસ્તુઓ સરળતાથી મળી રહેશે તેવી સરકારની ખાતરી છતાં આજે વહેલી સવારથી શહેરના કાલુપુર માર્કેટમાં લોકોની ભીડ જામી હતી. મોટી સંખ્યામાં લોકો શાકભાજી અને કરીયાણું લેવા આવ્યા હતા. લોકોની ભીડ થતાં કોર્પોરેશન અને પોલીસની ટીમ માર્કેટમાં પહોંચી હતી. કાલુપુર માર્કેટમાં જોવા મળેલી લોકોની ભીડને પગલે હોલસેલ માર્કેટને સવારે 4 થી 8 વાગ્યા સુધી જ ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો હતો. સાથે જ હવે કાલુપુર માર્કેટમાં માત્ર હોલસેલ શાકભાજી જ વેચવામાં આવશે તેવો તંત્ર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. છૂટક શાકભાજી કાલુપુર માર્કેટમાં નહીં મળે. છૂટક શાકમાર્કેટના વિક્રેતાઓને રિવરફ્રન્ટમાં જગ્યા ફાળવવામાં આવશે. તેમજ જીવન જરૂરી વસ્તુઓ પુરી પાડવા માટે અમદાવાદના કલેક્ટરે જિલ્લા કન્ટ્રોલરૂમ શરૂ કર્યો છે. તેમજ 20 હજાર ફૂડ પેકેટ મોકલવામાં આવી રહ્યાં છે. 

મ્યુનિસિપલ કમિશનર અને અધિકારીઓએ કાલુપુર માર્કેટની મુલાકાત લીધી
આજે સવારે લોકડાઉનનો લાભ લઇ દુકાનદારો કાળાબજારી કરતા હોવાના આક્ષેપ પણ લોકોએ કર્યો હતો. વસ્તુના ભાવ કરતા વધુ ભાવ લેતા હોવાના આક્ષેપને દુકાનદારે આક્ષેપ ફગાવ્યા હતા. ઉપરથી ભાવ વધીને આવતા ભવમાં વધારો કર્યા હોવાનું દુકાનદારોએ જણાવ્યું હતુ. કાલુપુર માર્કેટમાં મોટી ભીડ થતા મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસની ટીમ પહોંચી હતી. ફ્રુટ માર્કેટ. શાકમાર્કેટ અને ચોખા બજાર માંથી બીડ દૂર કરાવી લોકોને 1 મીટર દુર અંતરમાં લાઈનમાં ઉભા રાખ્યા હતા. ભીડને લઈ રાજ્ય સરકારે નોંધ લીધી હતી અને અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેર, પોલીસ કમિશનર આશિષ ભાટિયાને કાલપુર દોડાવ્યા હતા. બંને કમિશનર,ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને અધિકારીઓએ કાલુપુર માર્કેટની મુલાકાત લીધી હતી.

AMCએ 11 ફ્લાઈટનું લિસ્ટ જાહેર કર્યું, પેસેન્જરોમાંથી 11 લોકો પોઝિટિવ હતા,હોમ ક્વોરોન્ટાઇન રહેવા સૂચના

રાજ્યમાં કોરોના વાઇરસના પોઝિટિવ કેસોમાં સૌથી વધુ કેસ વિદેશથી આવેલી વ્યક્તિના નોંધાયા છે. અમદાવાદમાં 14 કેસોમાં 11 કેસોમાં વિદેશથી તેમજ મુંબઈ- દિલ્હીથી ફ્લાઈટમાં આવેલા લોકોમાં પોઝિટિવ કેસ નોંધાયા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે કેસો પોઝિટિવ આવ્યા છે અને ફ્લાઈટમાં અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા છે. તેવી 11 ફ્લાઈટનું લિસ્ટ જાહેર કર્યું છે. Amcએ જણાવ્યું છે કે જો તમારા પરિવારની કોઈ વ્યક્તિ કે મિત્ર- સગા આ 11 ફ્લાઇટમાં આવ્યા હોય અને જો તેઓ હોમ ક્વોરોન્ટાઇન ન થયા હોય તો 104 અથવા 15503 પર ફોન કરી જાણ કરવી. AMCના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, અમદાવાદના 12 પોઝિટિવમાંથી 11 કેસોમાં ફ્લાઈટમાં આવેલા પેસેન્જરો જે અમદાવાદના તેઓને અમે ક્વોરોન્ટાઇન કરી દીધા છે પરંતુ અમદાવાદ ઉતરી અન્ય શહેરમાં ગયા હોય અને ક્વોરોન્ટાઇન ન થયા હોય તો જાણ કરે તેમજ સેલ્ફ ક્વોરોન્ટાઇન થઈ જાય. આ 11 ફલાઇટમાં આવેલા પેસેન્જરને જતા એક કેબના ડ્રાઈવર પણ સંક્રમણના કારણે પોઝિટિવનો ભોગ બન્યો છે. જેથી આ ફ્લાઈટમાં આવેલા લોકોને લઈ જનારા અથવા લેવા ગયેલા લોકો પણ સંક્રમણમાં આવ્યા હોય શકે છે.

કોર્પોરેશનની 48 ઈ-રીક્ષા 48 વોર્ડમાં શાકભાજી પહોંચાડશે

લોકડાઉન દરમ્યાન લોકો શાકભાજી લેવા પણ બહાર નીકળી રહ્યા છે જેના કારણે ભીડ એકઠી થાય છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લોકોને ઘરે બેઠા શાકભાજી મળે તે માટે શહેરના તમામ 48 વોર્ડમાં વેજીટેબલ રીક્ષા મારફતે શાકભાજી પોહચાડવાનું શરૂ કરવામાં આવ્યું છે. 48 વોર્ડ માટે 48 રીક્ષા મુકી છે જેમાં શાકભાજી અને ફળ લઈ અલગ અલગ વિસ્તારમાં તેઓ ફરશે. 

સ્વામિનારાયણ મંદિર કાલુપુર દ્વારા ફૂડ પેકેટનો સેવાયજ્ઞ
સ્વામિનારાયણ મંદિર કાલુપુર તરફથી સરકાર સાથે સંકલન કરી સેવાયજ્ઞ શરૂ કરવામાં આવેલ છે. આ સેવા યજ્ઞમાં યોગદાન સ્વરૂપે દરરોજ બપોરે તેમજ દરરોજ સાંજે 5 હજાર ફૂડ પેકેટ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના માધ્યમથી દરરોજ કમાતાં દરરોજ ખાતા શ્રમજીવી ગરીબ પરિવારને પહોંચાડવામાં આવશે. આ સેવાયજ્ઞ રૂપી ફુડ પેકેટ જનજીવન સામાન્ય ન થાય ત્યાં સુધી શ્રમજીવીઓને રોજે રોજ પહોંચાડવામાં આવશે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી