કાર્યવાહી:AMC અને ટ્રાફિક પોલીસે મંદિરની બહાર પૂજાપો-ફુલહાર સહિતના સામાન વેચનારનું દબાણ દૂર કર્યું

અમદાવાદ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વડોદરા એક્સપ્રેસ હાઇવેથી રબારીકોલોની સુધી રોડ પરના લારી ગલ્લા સહિતના દબાણો દૂર કરવામાં આવતા હતા

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ અને ટ્રાફિક પોલીસ દ્વારા શહેરના પૂર્વ વિસ્તારમાં રોડ પરના લારી-ગલ્લા સહિતના દબાણો દૂર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના પૂર્વ ઝોનના એસ્ટેટ વિભાગ અને ટ્રાફિક પોલીસની આજે દબાણ દૂર કરવાની કામગીરી દરમિયાન વડોદરા એક્સપ્રેસ હાઇવેથી રબારીકોલોની સુધી રોડ પરના લારી ગલ્લા સહિતના દબાણો દૂર કરવામાં આવતા હતા. જેમાં લીલા લીમડા વાળી મેલડી માતાના મંદિરના બહાર નારિયેળ પૂજાપો સહિતની વસ્તુઓ વેચનાર વ્યક્તિની જગ્યાએ એસ્ટેટ વિભાગે દબાણ કર્યું હોવાનું કહી તેનો સામાન ઉઠાવી લીધો હતો.

પૂર્વ ઝોનમાં આટલુ જ દબાણ દેખાયું હતું
પૂર્વ ઝોનના એસ્ટેટ વિભાગ અને ટ્રાફિક પોલીસની સંયુકત કામગીરીમાં તેઓને માત્ર 3 બંધ લારી, 13 બાંકડા, 2 તિજોરી, 27 ટેબલ, 22 સ્ટુલ, 37 નાના મોટા જાહેરાતના બોર્ડ સહિત પરચુરણ માલસામાન જપ્ત કર્યો હતો. ઓઢવ વિસ્તારમાં આવેલી શિવધામ સોસાયટીમાં એક કોમર્શિયલ પ્રકારનું બાંધકામ તેઓએ દૂર કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...