તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસીકરણ:AMC અને પોલીસે વેપારીઓ, રિક્ષાચાલકો, ફેરિયાઓ તથા લારી ગલ્લાવાળાઓને વેક્સિન આપવાની કામગીરી શરુ કરી

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ઓન ધ સ્પોટ રજિસ્ટ્રેશન કરી વેક્સિન આપવામાં આવી - Divya Bhaskar
ઓન ધ સ્પોટ રજિસ્ટ્રેશન કરી વેક્સિન આપવામાં આવી
  • પોલીસે PCR વાનમાં બેસાડીને લોકોને વેક્સિનેશન સેન્ટર સુધી લઈ જઈને વેક્સિન અપાવી

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ અને શહેર પોલીસ દ્વારા આજથી શહેરમાં સુપર સ્પ્રેડર્સ કેટેગરીમાં આવતા વેપારીઓ, ફેરિયાઓ, રિક્ષાચાલક, લારી, ગલ્લાવાળાઓનું વેક્સિનેશન કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. પોલીસ પોતાના વાહનમાં આવા તમામ લોકોને વેક્સિન સેન્ટર સુધી જાતે લઈ જઈને રસી અપાવી હતી. શહેરમાં સુપર સ્પ્રેડર્સ એવા લોકોનું રસીકરણ શરૂ કરવા ઓનલાઇન રજીસ્ટ્રેશનમાંથી મુક્તિ આપી ઓન ધ સ્પોટ રજિસ્ટ્રેશન કરી વેક્સિન આપવામાં આવી રહી છે. ​​​​​

રસીકરણની ઝુંબેશ વધુ સઘન બનાવાશે
પોલીસ અને AMC દ્વારા એસજી હાઇવે પર આવેલા રાજપથ કલબ પાછળ પંડિત દિન દયાળ હોલમાં તમામ આવા સુપર સ્પ્રેડર્સ કેટેગરીમાં આવતા લોકોને પોલીસ દ્વારા ગાડીમાં બેસાડીને લાવીને રસી અપાવવામાં આવી હતી.આ ઉપરાંત જે મોટા માર્કેટ, શોપિંગ મોલ સહિતના સ્થળોએ પોલીસને સાથે રાખી વન ટુ વન વેક્સિનેશનનું આયોજન કરાયુ છે. આગામી બે ત્રણ દિવસમાં સુપર સ્પ્રેડર્સ કેટેગરીના લોકોની રસીકરણની ઝુંબેશ વધુ સઘન બનાવાશે. જરૂર પડશે તો પોલીસ કમિશ્નર જાહેરનામું બહાર પાડી શકે છે.

પોલીસે સુપર સ્પ્રેડર્સ ગણાતા લોકોને સેન્ટર સુધી લઈ જઈને વેક્સિન અપાવી
પોલીસે સુપર સ્પ્રેડર્સ ગણાતા લોકોને સેન્ટર સુધી લઈ જઈને વેક્સિન અપાવી

વેપારીઓએ વેક્સિન લીધી કે નહીં તેની પોલીસ તપાસ કરશે
સેકટર 1 જેસીપી આર વી અસારીએ જણાવ્યું હતું કે અમદાવાદ શહેરમાં હવે નિયંત્રણો ઓછા થયા છે. વેપારીઓ હવે સુપર સ્પ્રેડર ન બને તેને લઈ વેપારીઓ માટે વેક્સિનેશન કેમ્પની આજથી શરૂઆત કરવામાં આવી છે. શહેર પોલીસ અને AMC દ્વારા સાથે મળી કાલુપુર સ્વામિનારાયણ મંદિર અને જમાલપુર સેન્ટ્રલ સ્ટોર ખાતે આજથી વેક્સિન આપવાની શરૂઆત કરાઈ છે. જે નાના- મોટા વેપારીઓ રોજગાર ધંધો કરે છે તેમની પોલીસ દ્વારા વેક્સિન લીધી છે કે કેમ તેની તપાસ કરવામાં આવશે.વેક્સિનનો ડોઝ લીધો છો કે કેમ તેની તપાસ કરશે અને જો કદાચ ન લીધા હોય તો તેમને વેપાર ન કરવા દેવાય તેવું પણ થઈ શકે છે.

આજે સુપર સ્પ્રેડર ગણાતા લોકોનું થયેલ વેક્સિનેશનની વિગત
આજે સુપર સ્પ્રેડર ગણાતા લોકોનું થયેલ વેક્સિનેશનની વિગત

માત્ર 48 ટકા અમદાવાદીએ રસી લીધી
શહેરના કેટલાક ઝોનમાં રસીકરણનું પ્રમાણ ઘણું નીચું છે. પૂર્વ ઝોનમાં માંડ 34.07 ટકા અને ઉત્તર ઝોનમાં 38.66 ટકા લોકોએ રસી લીધી છે. જો કે ઉત્તર પશ્ચિમ ઝોન 79.88 ટકા રસીકરણ સાથે મોખરે છે. એ પછી 60.42 ટકા સાથે પશ્ચિમ ઝોનનો નંબર આવે છે. શહેરમાં અત્યાર સુધીમાં સરેરાશ 47.56 ટકા લોકોએ રસી મુકાવી છે. અત્યાર સુધી 4.90 લાખ સિનિયર સિટીઝન અને 7.93 લાખ યુવકોએ રસી મુકાવી છે. સૌથી વધુ 1.59 લાખ યુવકોએ પશ્ચિમ ઝોનમાં જ્યારે 1.42 લાખ યુવકોએ દક્ષિણ ઝોનમાં રસી મુકાવી છે. દક્ષિણ પશ્ચિમ ઝોનમાં માત્ર 49,425 યુવકે વેક્સિન લીધી છે. 45થી 60ના વયજૂથમાં પશ્ચિમ ઝોનના 1.36 લાખ, ઉત્તર પશ્ચિમ ઝોનના 1 લાખ લોકોએ રસી લીધી છે. સૌથી વધુ 1.46 લાખ સિનિયર સિટીઝને પશ્ચિમ ઝોનમાં રસી લીધી છે. જ્યારે ઉત્તર પશ્ચિમ ઝોનમાં 1 લાખે અને ઉત્તર પશ્ચિમ ઝોનમાં 90 હજાર વૃદ્ધોએ અત્યાર સુધી રસી મુકાવી છે.

પોલીસે વેક્સિનેશન માટેના કેમ્પ પણ શરુ કર્યાં હતાં.
પોલીસે વેક્સિનેશન માટેના કેમ્પ પણ શરુ કર્યાં હતાં.

વેપાર કરવો હોય તો વેક્સિન ફરજિયાત
અમદાવાદમાં બીજી લહેર ઘાતક સાબિત થઈ હતી. આ સમયગાળામાં લોકો ત્રાહિમામ પોકારી ગયાં હતાં. પરંતુ બીજી લહેર ખૂબજ ઝડપથી નિયંત્રણમાં આવી રહી છે. એક સમયે કોરોનાના કેસનો આંકડો પાંચ હજારે પહોંચી ગયો હતો. જે હવે ડબલ આંકડામાં આવી ગયો છે. ત્યારે ત્રીજી લહેરને પહોંચી વળવા માટે અમદાવાદ જિલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં અમદાવાદ શહેર પોલીસ કમિશનરના હદ વિસ્તાર સિવાયના વેપારીઓ, ફેરિયાઓ, રિક્ષા ચાલકોને વેક્સિન ફરજિયાત કરવામાં આવી છે. જો વેક્સિન ના લીધી હોય તો RT-PCRનો રીપોર્ટ ફરજીયાત બતાવવો પડશે.

અન્ય સમાચારો પણ છે...