તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રોજગારી:IIM-એના 14 વિદ્યાર્થીને એમેઝોનની જોબ ઓફર, બીજા ક્લસ્ટરમાં 40 કંપનીઓ જોડાઇ, પ્લેસમેન્ટનો ત્રીજો તબક્કો 7 ડિસેમ્બરે યોજાશે

અમદાવાદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

આઇઆઇએમ-એના પોસ્ટ ગ્રેજ્યુએટ પ્રોગ્રામના સમર પ્લેસમેન્ટના બીજા ક્લસ્ટરમાં એડવર્ટાઈઝિંગ એન્ડ મીડિયા ફિલ્ડ સહિત સાત ફિલ્ડની 40 કંપનીઓ જોડાઇ હતી. જેમાંથી એમેઝોને સૌથી વધુ 14 વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટની ઓફર કરી હતી. આઇઆઇએમમાં ચાલી રહેલી ઓનલાઇન પ્લેસમેન્ટના ક્લસ્ટર-2માં દેશની સાથે વિદેશની જાણીતી કંપનીઓ જોડાઇ હતી. જેમાં એમેઝોન બાદ એચયુએલે 13 વિદ્યાર્થીને પ્લેસમેન્ટની ઓફર કરી હતી.

સરેરાશ 3-6 લાખની ઓફર થઈ
એરટેલ કન્ઝ્યુમર સર્વિસ ફિલ્ડમાં સૌથી વધુ 5 વિદ્યાર્થીઓને ઓફર કરી હતી. આ સાથે જ ક્લસ્ટર-2માં જોડાયેલી મોટાભાગની કંપનીઓએ સરેરાશ 3થી 6 વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટ માટે ઓફર કરી હતી. સમર પ્લેસમેન્ટનો ક્લસ્ટર - 3, 7 ડિસેમ્બરે યોજાશે. અગાઉ પણ ઈ-કોમર્સ, એફએમસીજી સહિતની સંખ્યાબંધ કંપનીઓએ આઈઆઈએમ અમદાવાદના પ્લેસમેન્ટમાં ભાગ લઈ અનેક વિદ્યાર્થીઓને આકર્ષક જોબ પેકેજ ઓફર કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

  વધુ વાંચો