તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુનાવણી:ફાયર NOC વિનાની હોસ્પિટલો ખોલવા AMAની હાઇકોર્ટમાં અરજી

અમદાવાદ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મ્યુનિ.ની નોટિસ રદ કરી સીલ હટાવવા માગ
  • અરજીનો અંતિમ નિકાલ ન થાય ત્યાં સુધી હોસ્પિટલોને ચાલુ રાખવાની મંજૂરી માગી

ફાયર એનઓસી વગરની હોસ્પિટલોને સીલ કરાતા તેમના વતી અમદાવાદ મેડિકલ એસોસિએશને હાઇકોર્ટમાં અરજી કરતા રજૂઆત કરી છે કે, કોર્પોરેશને એનઓસી વગરની સીલ કરેલી હોસ્પિટલોને ખોલી દેવા અને નોટિસને રદ કરવી જોઇએ. ઘણા વર્ષોથી ચાલતી હોસ્પિટલોને કોર્પોરેશને સીલ કરી દેતા તબીબોને અને દર્દીઓને હાડમારી ભોગવવી પડે છે. અરજીનો આખરી નિકાલ થાય ત્યાં સુધી હોસ્પિટલોને ખુલ્લી રાખવાની વચગાળાની રાહતની માગ કરાઈ છે.

એએમએના પ્રમુખ મૌલિક શાહે અરજીમાં એવી પણ રજૂઆત કરી હતી કે, કોર્પોરેશને સીલ કરેલી હોસ્પિટલો પૈકી ઘણી હોસ્પિટલોએ કોર્પોરેશન અને ફાયર વિભાગમાં આગળની કાર્યવાહી કરી પણ છે પરતું કોર્પોરેશન બીજી હોસ્પિટલો સીલ કરવાના કામમાં વ્યસ્ત છે. સરકાર તરફે એવી દલીલ કરાઇ હતી કે ચીફ જસ્ટિસની કોર્ટમાં જાહેરહિતની અરજી ચાલી રહી છે, તેના ભાગરૂપે હોસ્પિટલો સીલ કરવામાં આવી છે, તેથી આ અંગેની અરજી પણ ચીફ જસ્ટિસની કોર્ટમાં જાહેરહિતની અરજી સાથે ચલાવાનો આદેશ છે. જોકે હોસ્પિટલો તરફથી વિનંતી કરાઈ હતી કે, લોકોના હિતમાં ચીફ જસ્ટિસની કોર્ટમાં આ અંગે સુનાવણી ઝડપી બને.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો