ટોરેન્ટ ફાર્મા બોર્ડના ડિરેક્ટરની નિમણૂક:અમન મહેતાની ડિસ્ટ્રિબ્યુશન બિઝનેસમાં મહત્ત્વની ભૂમિકા, 1 ઓગસ્ટથી ડિરેક્ટર તરીકે નિમાશે

અમદાવાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
અમન મહેતા - ફાઇલ તસવીર - Divya Bhaskar
અમન મહેતા - ફાઇલ તસવીર

ટોરેન્ટ ફાર્માના બોર્ડમાં ડિરેક્ટર તરીકે અમન મહેતાને 1 ઓગસ્ટ, 2022ના રોજથી નિમવામાં આવ્યા છે. ન્યૂયોર્કની કોલમ્બિયા યુનિવર્સિટીથી એમબીએનો અભ્યાસ કરનારા અમન મહેતાએ બોસ્ટન યુનિવર્સિટીમાંથી બેચલર ઓફ ઇકોનોમિક્સનો અભ્યાસ પણ કરેલો છે. અમન મહેતા ટોરેન્ટમાં પાવર અને ફાર્મા સેક્ટરમાં કાર્યરત રહ્યા છે.

અમન મહેતાએ ડિસ્ટ્રિબ્યુશન બિઝનેસમાં કસ્ટમર ઓરિએન્ટેશન ટ્રાન્સફોર્મેશન લાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે. ઓપરેશનલ કાર્યદક્ષતાને વધારવામાં પણ તેમણે નોંધપાત્ર યોગદાન આપ્યું છે. તેઓ ટોરેન્ટ ફાર્માના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર હતા અને કોર્પોરેટ એચઆરની સાથે ઇન્ડિયા બિઝનેસને હેડ કરી રહ્યા હતા. તેમની માર્કેટિંગ કુશળતા અને એનાલિટિકલ કૌશલ્યે અત્યંત સ્પર્ધાત્મક માર્કેટમાં ટોરેન્ટના ઇન્ડિયા બિઝનેસના પર્ફોર્મન્સ અને પ્રોફિટેબિલિટીને સશક્ત કર્યા છે.

અમન મહેતાની સૌથી મુખ્ય સિદ્ધિ એ Unichem અધિગ્રહણનું સફળતાપૂર્વકનું ઇન્વેસ્ટિગેશન છે, જેણે કંપની માટે મહત્ત્વપૂર્ણ વેલ્યુ ક્રિએટ કરી છે. તેમણે લીડ કરી હતી અને ઓર્ગેનિક ગ્રોથ ઇનિશિએટિવની પહેલ કરી છે. નવી પ્રોડક્ટ લોન્ચને ધ્યાનમાં રાખવાની સાથે તેમના આ ઇનિશિએટિવના ફળ સ્વરૂપે માર્કેટ શેરમાં વૃદ્ધિ જોવા મળી રહી છે. અમને અધિગ્રહણની સંભાવનાઓની શોધમાં અને ઇન્ડિયા બિઝનેસને સ્ટ્રેટેજિક ડિરેક્શન તરફ ગતિશીલ બનાવવામાં ચાવીરૂપ ભૂમિકા પણ તેમણે ભજવી છે.

ટોરેન્ટનાં કોર મૂલ્યોમાં દૃઢ વિશ્વાસ સાથે અમન, ઇનોવેશન એમ્પાવરમેન્ટ સાથેના કલ્ચરનો વિકાસ કરવા પર ભાર મૂકે છે અને ઓર્ગેનાઇઝેશન માટે લાંબા ગાળાની ટકાઉ વેલ્યુના નિર્માણ માટે કટિબદ્ધ છે.

અન્ય સમાચારો પણ છે...