તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિરમા મીટ:નિરમા યુનિવર્સિટીના ACM સ્ટુડન્ટ ચેપ્ટરની એલમ્નાઇ ‘ઓડિસી’ મીટ

અમદાવાદ22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • FBના ટેક્નિકલ પ્રોગ્રામરે વ્યવસાયિક અનુભવો શેર કર્યા

નિરમા યુનિવર્સિટી અમદાવાદની યુનિવર્સિટીની એ.સી.એમ. સ્ટુડન્ટ ચેપ્ટર દ્વારા ઓડિસી એલમ્નાઇ મીટનું આયોજન કરવામાં આવ્યું હતું. નિરમા યુનિવર્સિટીના ભૂતપુર્વ વિદ્યાર્થી જેઓ ફેસબૂકમાં ટેક્નિકલ પ્રોગ્રામ હેડ વિપુલ પટેલે તેમના વ્યવસાયિક અનુભવો અત્યારનાં વિદ્યાર્થીઓ સાથે શેર કર્યા હતાં. તેમણે જણાવ્યું હતું કે હાલમાં ઓગ્મેન્ટેડ રિયાલિટી અને વર્ચુઅલ રિયાલિટી ફ્યુચરમાં વ્યવસાયિક લોકો માટે આ ટેક્નો લોજીમાં ખૂબ સારો સ્કોપ છે.

રિમોટ વર્કીંગ સિસ્ટમ ન્યુ નોર્મલ બાદ નવો ટ્રેન્ડ બની છે. ક્લાઉડ કોમ્પયુટિંગ અને આઇ.ઓ.ટીમાં ઘણી સારી તકો રહેલી છે. તેમણે હાલના વિદ્યાર્થીઓને પ્રેક્ટિકલ જ્ઞાન માટે ઇન્ટનશિપ અને પ્રોજેક્ટ બેઝ્ડ લર્નિંગ મેળવવાની સલાહ આપી હતી. વિદ્યાર્થીઓએ તેમને સ્ટાર્ટઅપ કે જોબ અંગેના સવાલનો જવાબ આપતાં તેમણે કહ્યુ હતું કે સ્ટાર્ટઅપ માટે પૂર્વ તૈયારી તેમજ યોગ્ય રિસર્ચ બાદ જ નિર્ણય લેવો જોઇએ. હાલમાં તેઓ ફેસબુકમાં ટેક્નિકલ પ્રોગ્રામ હેડ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો