તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દાવો:વેકેશન ખૂલ્યું છતાં સરકારી સ્કૂલોમાં LC માટેનું સાહિત્ય પહોંચ્યું જ નથી

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

મ્યુનિ. સ્કૂલોમાં વિદ્યાર્થીઓને પરિણામ અને એલસી માટેનું સાહિત્ય વિદ્યાર્થીઓની સંખ્યા પ્રમાણે ન પહોંચતા વિદ્યાર્થીઓને અન્ય સ્કૂલમાં એડમિશન લેવામાં મુશ્કેલી ઉભી થઇ છે. સરકારે પ્રાથમિક સ્કૂલોમાં માસ પ્રમોશન જાહેર કર્યા બાદ વિદ્યાર્થીઓને આગળના ધોરણમાં બઢતી અને બાળકોને માર્કશીટ અપાય છે, જે વિદ્યાર્થીઓ ધો.8માંથી ધો.9માં પ્રવેશ મેળવવાનો હોય તેઓને સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ આપે છે. મ્યુનિ. સ્કૂલોના આચાર્ય અનુસાર, સત્ર પૂરું થતા બીજી સ્કૂલમાં એડમિશન લેવા ઇચ્છતા વિદ્યાર્થીઓને એલસી અપાય છે. પરંતુ આ વર્ષે વેકેશન શરૂ થતા કોઇ સાહિત્ય સ્કૂલોને અપાયું ન હતું. ઘણાં શિક્ષકોએ ઝેરોક્ષ કરાવીને બાળકોને સર્ટિ. આપ્યા છે. વેકેશન બાદ સ્કૂલો સુધી સાહિત્ય પહોંચાડાઇ રહ્યું છે.

‘વિદ્યાર્થીઓના LCનો સ્ટોક પૂરતા પ્રમાણમાં છે’
વિદ્યાર્થીઓના લિવિંગ સર્ટિફિકેટનો સ્ટોક પૂરતા પ્રમાણ છે. આચાર્યો પોતાની જરૂરિયાત પ્રમાણે સ્ટોરમાંથી મેળવી શકે છે કે અમારી કચેરી દ્વારા પહોંચાડાય છે. - એલ.ડી દેસાઇ, શાસનાધિકારી

અન્ય સમાચારો પણ છે...