કોરોના ઇફેક્ટ:ફટાકડા 30% સુધી મોંઘા થયા છતાં ગત વર્ષ કરતાં આ વર્ષે વેચાણમાં 30થી 40%ના વધારાની આશા

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફટાકડાં બનાવતા કારીગરોની તસવીર - Divya Bhaskar
ફટાકડાં બનાવતા કારીગરોની તસવીર
  • રૂ.5થી માંડી રૂ.6 હજાર સુધીના ફટાકડાની 500થી વધુ વેરાયટી બજારમાં આવી, મોટા ભાગના વિસ્તારોમાં સ્ટોલ ખૂલી ગયા
  • કોરોનાને કારણે ગત દિવાળીએ વેચાણ તળિયે બેસી ગયું હતું
  • વાંચમાં ફટાકડાનું ઉત્પાદન કરનારા માલિકોએ કહ્યું, કાચી સામગ્રીના ભાવ વધતાં ફટાકડાના ભાવ વધારવા પડ્યા છે

દિવાળી આડે ગણતરીના ‌દિવસો બાકી છે ત્યારે શહેરના અલગ-અલગ વિસ્તારમાં ફટાકડાના સ્ટોલ ખૂલી ગયા છે. આ વર્ષે નવી નવી જાતના ફટાકડાની 500 વેરાઇટી બજારમાં આવી છે, પરંતુ કેમિકલના ભાવમાં વધારો થતાં ફટાકડાના ભાવમાં 30 થી 35 ટકાનો વધારો થયો છે.

હાલ બજારમાં 5 રૂપિયાથી શરૂ થઇને રૂ.6000 સુધીના ફટાકડા વેચાઇ રહ્યા છે. શહેરના વાંચ ગામમાં ફટાકડાનું ઉત્પાદન કરતા નદીમ કાથમભાઇ બાગબાને ‘દિવ્ય ભાસ્કર’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, ફટાકડા બનાવા માટે જ રોમટીરિયલની જરૂર પડે છે. તેના ભાવમાં અસહ્ય વધારો થયો છે. ફટાકડામાં વપરાતા કેમિકલના ભાવમાં 30 ટકાનો વધારો થયો છે. કાગળના ભાવમાં 25 ટકાનો વધારો થયો. જ્યારે મોંઘવારીના કારણે કારીગરોના પગારમાં પણ વધારો થયો છે. ગત વર્ષે જે કારીગરોને રૂ. 275 આપતા હતા તેમને હવે રૂ. 325 ચૂકવવા પડે છે. આમ ઉત્પાદન માટે જરૂરી તમામ પાસાઓના ભાવમાં વધારો થયો છે. જેના કારણે આ વર્ષે ફટાકડાના ભાવમાં 30થી 35 ટકાનો વધારો થયો છે.

ગત વર્ષે કોરોનાને કારણે ફટાકડાના વેચાણ ખૂબ જ ઓછું થયું હતું. પરંતુ આ વર્ષે ફટાકડાના ઓર્ડર જે રીતે મળ્યા છે તેને જોતા વેચાણ 30થી 40 ટકા વધારે થવાની આશા છે. પરંતુ ભાવ વધારાના કારણે ફટાકડાનું કુલ વેચાણ 60 ટકા જેટલું રહી શકે છે.

1 હજાર શોટના ફટાકડાની માંગ
શહેરમાં 500થી વધુ વેરાયટીના ફટાકડા મળી રહ્યા છે. બાળકોમાં કલર સાવલ, મે‌જિક બોનાન્ઝા, જાદુઈ તળાફળી, દશ કલર પે‌ન્સિલ, સુમો બોક્સ, જમીન ચક્કર, ભંભુ, ફૂલઝરી, રોકેટ ફેવ‌િરટ રહ્યાં છે. બાળકો વધુ પડતાં આ વેરાયટીના જ ફટાકડાની પસંદગી કરે છે તો યુવાનોમાં સૂતળી બૉમ્બ, વિક્ટર બોમ્બ, વોલ્વો બોમ્બ, કમાન્ડર બોમ્બ, 240 શોટ, 500 શોટ, 1000 શોટના ફટાકડાએ આકર્ષણ જમાવ્યું છે.

કેમિકલ મોંઘું થતાં 60 ટકા ઉત્પાદન થયું
આ વર્ષે આકાશી બોમ્બ, મ્યુઝિકલ આકાશી બોમ્બ, નવી વેરાઇટીના ફટાકડાના 50 રૂપિયાથી લઈને રૂ. 5000થી 8000 સુધીના ભાવે બજારમાં વેચાઈ રહ્યા છે તેમજ આ વર્ષે બાળકો માટે અવાજ વગરની વેરાઇટી પણ માર્કેટમાં આવી ગઈ છે, જેથી બાળકોને કોઈ નુકસાન ન થાય તો આ વર્ષે ફટાકડામાં કેમિકલના ભાવ વધારાના કારણે મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. જેના કારણે દર વર્ષ કરતા આ વર્ષે માત્ર 60 ટકા ઉત્પાદન કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...