શહેરમાં કેટલાક લોકો પ્રોપર્ટી ટેક્સના નાણાં ભર્યા સિવાય અથવા તો સામાન્ય રકમ ચૂકવીને તેમના ટેક્સ બિલ ઝીરો કરાવી રહ્યા હોવાની માહિતીને આધારે રેવન્યુ કમિટીના ચેરમેન જૈનિક વકીલે માગેલી તપાસમાં ખૂલ્યું હતું કે, આ કૌભાંડ ઇ-ગવર્નન્સ વિભાગે ટેક્નિકલ ખામીઓને આધાર બનાવી આચર્યું હતું. આ કૌભાંડમાં 281 લોકોના ટેક્સ પેટે લેણાં નીકળતાં રૂ. 2.26 કરોડ મ્યુનિ.માં ભર્યા સિવાય જ ટેક્સ બિલ ઝીરો થઈ ગયા હતા. આ તપાસ માત્ર માર્ચ મહિનાની છે. ઊંડાણપૂર્વક તપાસ થાય તો કૌભાંડ મોટું નીકળી શકે છે.
રેવન્યુ કમિટીના ચેરમેન જૈનિક વકીલે ટેક્સ વિભાગ, વિજિલન્સ વિભાગ તેમજ ઇગર્વનન્સ વિભાગના ડીવાયએમસી પાસે આ મામલે તપાસની માગ કરી હતી. તેમને મળેલા પત્રમાં એવું જણાવાયું છે કે, એન્ટ્રીઓને રિવર્સ કરવાની કામગીરી ઇ-ગવર્નન્સ વિભાગેકરી છે. હવે આ કૌભાંડમાં પોલીસ ફરિયાદ થશે. ચેરમેને મ્યુનિ. અધિકારીઓને પત્ર પાઠવી હાલની સિસ્ટમમાં સુધારો કરી વધુ સુદ્રઢ અપનાવવા માટે રજૂઆત કરી છે.
ગોટાળા રોકવા ફૂલ પ્રૂફ સિસ્ટમનું સૂચન
રેવન્યુ કમિટીના ચેરમેને ઓટીપીની પ્રક્રિયાની સ્થિતિની ફરી સમીક્ષા કરવાની, પીઆરઓનું નવેસરથી મોડ્યુલ સાથે મેચિંગ કરવા, હાલની સિસ્ટમ છે, તેનો સ્વોટ એનાલિસિસ એટેલકે સિસ્ટમની તાકાત, તેની વીકપોઇન્ટ કે તેના કારણે કોઇ સમસ્યા થઇ શકે તે બાબતે એનાલિસિસ બાદ તેનું ફૂલ પ્રૂફ ક્વોલિફાઇડ સર્ટિફિકેટ લેવા સૂચવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.