તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

માગણી:આગની ઘટનામાં અધિકારીઓની પણ જવાબદારી નક્કી કરોઃ કોંગ્રેસ

અમદાવાદ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કેમિકલની ફેક્ટરીઓ મોટી દુર્ઘટનાને અંજામ આપે તે પહેલાં પગલાં ભરોઃ દોશી
 • ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને ફેક્ટરી ઇન્સ્પેક્ટરની કામગીરી તપાસો

ગુજરાતમાં છાસવારે ઉદ્યોગોમાં આગ લાગે છે અને કર્મચારીઓ, નાગરિકોના મોત થાય છે તેવો આક્ષેપ કોંગ્રેસના પ્રદેશ પ્રવકત્તા ર્ડા. મનિષ દોશીએ કર્યો હતો. તેમણે વધુમાં કહ્યું હતું કે, આગ લાગે ત્યારે અધિકારીઓની જવાબદારી નક્કી કરીને તેની સામે પગલા ભરવા જોઇએ. તેમણે માનવ વસાહતની નજીક જ હાઇડ્રેનસીટી, હાઇસેન્સીટીવ, હમીડર્સ કેમીકલ્સની ફેકટરી ગોડાઉનો મોટી દૂર્ઘટનાને અંજામ આપે તે પહેલા ગંભીરતાથી નીતિગત પગલા ભરો તેવી માગ કરી હતી.

કોંગ્રેસના પ્રદેશ પ્રવકત્તા ડૉ. મનિષ દોશીએ કહ્યું હતું કે, અમદાવાદના પિરાણા ડમ્પીંગ સાઇટ પાસેના સાહિલ એન્ટરપ્રાઇઝમાં કેમીકલ બ્લાસ્ટમાં 12 લોકોએ જીવ ગુમાવ્યા અને 1 વ્યકિતનું પાછળથી મોત થતા કુલ 13 માનવ જીંદગીનો અંત આવ્યો હતો. જે આઘાતજનક બાબત છે.

​સાહિલ એન્ટરપ્રાઈઝમાં બનેલ ગંભીર દુર્ઘટના બાદ હરકતમાં આવેલ ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ (GPCB) અને ફેક્ટરી ઈન્સ્પેક્શનની કામગીરી શંકાના દાયરામાં છે. ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ (GPCB) અને ગુજરાત સરકારના ફેક્ટરી ઈન્સ્પેક્ટરની જવાબદારી નિશ્વિત કરવી જોઇએ. રાજ્ય સરકાર ઔદ્યોગિક અકસ્માત અંગે સમગ્ર વ્યવસ્થાનું મૂલ્યાંકન કરીને પગલા ભરે તેવી માગ તેમણે કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો