આજે નવા વર્ષની પ્રથમ ચોથ:રવિ યોગનો પણ સંયોગ, વિનાયક ચોથને વરદ વિનાયક ચોથ પણ કહેવાય

અમદાવાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગણેશ પૂજન અને ચંદ્ર દર્શનનું આજે મહત્ત્વ

ગુુરુવારે તા. 6 પોષ સુદ 4 (ચોથ) હોવાથી વિનાયક ચતુર્થી કહેવામાં આવે છે. નવા વર્ષ 2022ની આ પ્રથમ ચોથ પંચક સાથે સ્થિર, રવિ યોગ રહેશે. જ્યોતિષી આશિષ રાવલના જણાવ્યા અનુસાર, ચોથના દેવતા વિધ્નહર્તા ગણેશજી હોવાથી તેમનું પૂજન, અર્ચન, પ્રાર્થના સાથે ઉપવાસ કરવાનું વિશેષ મહત્ત્વ રહેલું છે. ગણેશજીની પૂજામાં અબીલ, ગુલાલ, ગંગાજળ, ગુલાબ જળ, દૂર્વા, જનોઈ, સોપારી, પંચામૃત, 5 ઋતુ ફળ સાથે મોદકનો પ્રસાદ અર્પણ કરવામાં આવે છે. જ્યારે લગ્નોત્સુક યુવક-યુવતીની કુંડળીમાં મંગળ દોષ રહેલો હોય ત્યારે તેના નિવારણ માટે પણ ઉપવાસ કરી શકાય.

મંગળ ગ્રહ આકસ્મિકતા માટે ગણાય તેમ જ જુસ્સો, સાહસ હિંમત, મકાન અને મિલકત તરીકે ગણાય છે માટે આ દિવસની રાત્રે ચંદ્રના દર્શન કરવાથી અટકેલા કાર્યો સરળતાથી પૂર્ણ થઈ જાય છે. જ્યારે માંગલિક કાર્યો પણ નિર્વિઘ્ને સંપન્ન થશે. વિશેષમાં ગણેશજીના નામાવલી, સ્તોત્ર, પાઠગણેશ યજ્ઞ પણ કરી શકાય તેમ જ ‘ઓમ ગં ગણપતિ નમઃ’ના જાપની એક માળા કરવાથી સર્વ પ્રકારે સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. અનેક જગ્યાએ વિનાયક ચોથને વરદ વિનાયક ચોથ પણ કહેવાય છે. આ તિથિમાં ગણેશની પૂજા, અર્ચના અને વ્રત કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...