તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાનું વધતું સંક્રમણ:વાડજ-VSની સ્મશાનની CNG ભઠ્ઠીમાં પણ 3 કલાકનું વેઈટિંગ

અમદાવાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

શહેરના સ્મશાનગૃહોમાં લગાવવામાં આવેલી સીએનજી ભઠ્ઠીઓમાં પણ હાલ કોરોના કહેર વચ્ચે અઢી થી ત્રણ કલાકનું વેઈટિંગ ચાલી રહ્યું છે. જેમાં વાડજ અને વીએસ નજીક આવેલા સ્મશાન ગૃહમાં સૌથી વધુ વેઈટિંગ ચાલી રહ્યું છે.

કોરોના દર્દીઓના જો અવસાન થાય તો તેમની અંતિમવિધિ સીએનજી ભઠ્ઠી મારફતે કરાય છે. તેમાં પણ નિયમ અને ગાઇડલાઇન પ્રમાણે આ ભઠ્ઠીઓમાં સવા થી દોઢ કલાક સુધી મૃતદેહના તમામ અવશેષો બળીને ભસ્મ ન થાય ત્યાં સુધી ભઠ્ઠી ચલાવાય છે. કોરોના સિવાયના મૃતદેહને બાળવા માટે જે સમય લાગે છે તેના કરતાં લગભગ ડબલ સમય સુધી ભઠ્ઠી ચાલે છે.

વી.એસ. હોસ્પિટલ નજીક આવેલા સ્મશાનમાં તપાસ કરતાં ત્યાં મૃતદેહને ભઠ્ઠીમાં લઇ જવા માટે 3 કલાક જેટલો વેઇટિંંગ ચાલી રહ્યું હોવાનું ત્યાં હાજર સ્ટાફ દ્વારા જણાવવામાં આવ્યું હતું. તો વાડજ ખાતેના સ્મશાનગૃહમાં પણ તેટલો જ 3 કલાક જેટલો સમય વેઇટિંગ ચાલી રહ્યું હોવાનો જવાબ આપવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...