કોંગ્રેસના પ્રવક્તા આલોક શર્માએ જણાવ્યું હતું કે, હાઈકોર્ટેની નોટિસ સ્વીકાર માટે પણ મોરબી કોર્પોરેશનમાંથી કોઈ હાઇકોર્ટેમાં હાજર રહ્યું નહોતું. આલોક શર્માએ ભાજપ સરકાર સામે આક્ષેપ લગાવ્યો હતો કે, સરકારે જે એસઆઈટી બનાવી છે તે ફરજી છે અને અધિકારીઓ જવાબદાર આરોપીઓને પકડતી નથી.
મોરબી કોર્પોરેશનને બરખાસ્ત કરવાની માંગ
આલોક શર્માએ જણાવ્યું કે, રૂપાલા અને જયસુખ પટેલ સાથે શું સબંધ છે તે જાહેર કરવામાં આવે. 2007માં ઓરેવા કંપનીનો કોન્ટ્રેક પૂરો થઈ ગયા છતાં બે વર્ષ કેમ કોઈપણ એગ્રીમેન્ટ વગર કંપનીનો કોન્ટ્રેક ચાલુ રાખવામાં આવ્યો. જેમાં સરકારી વકીલની કોઈ સહી નથી. જે પ્રમાણે આટલી મોટી દુર્ઘટના બની છે તેને જોતા મોરબી કોર્પોરેશનને બરખાસ્ત કરવામાં આવે તેવી માંગ કોંગ્રેસ કરી રહી છે.
મરનાર લોકોને 1 કરોડનું વળતર
આલોક શર્માએ વધુમાં જણાવ્યું હતું કે, દુર્ઘટનામાં મરનાર લોકોના નામ સરકાર જાહેર નથી કરી રહી. કેમ મરનાર લોકોના નામ સરકાર જાહેર નથી કરી રહી. શું મરણજનાર લોકોની સંખ્યા વધુ તો નથીને પોલીસ કે સ્પેશિયલ ટિમના અધિકારીઓ જવાબદાર આરોપીઓને ક્યારે પકડશે. મરનાર લોકોને 1 કરોડનું વળતર આપવામાં આવે અને તેમાં સરકાર 50 લાખ અને જવાબદાર કંપની 50 લાખ આપે જે લોકોના મોત થયા છે. તેવા લોકોના પરિવારના સભ્યને સરકારી નોકરી આપવામાં આવે. આમ મોરબી દુર્ઘટનાને કોંગ્રેસ વખોડી કાઢી હતી.
હાઇકોર્ટની મોરબી નગરપાલિકા સામે આકરી ટિપ્પણી
મોરબી નગરપાલિકાએ હાઇકોર્ટ સમક્ષ સ્વીકાર કર્યો છે કે, જે દિવસે પુલ તૂટ્યો હતો તે દિવસે પણ પુલના ઉપયોગ માટેની કોઈ પરવાનગી/મંજૂરી નહોતી. મોરબી નગરપાલિકા ડિસેમ્બર 2021થી માર્ચ 2022 સુધી બ્રિજ જોખમી હાલતમાં હોવાની જાણ હોવા છતાં પુલનો ઉપયોગ જાહેર જનતા માટે કરાયો હતો. હાઇકોર્ટે મોરબી નગરપાલિકા સામે આકરી ટિપ્પણી કરી હતી. જનરલ બોર્ડની મંજૂરી લીધા વિના અંજતા ગૃપને કામ કઇ રીતે અપાયુ. MOU કે એગ્રીમેન્ટ વીના પુલના ઉપયોગની છુટ કઇ રીતે અપાઇ હતી. 24 નવેમ્બરના રોજ ઇન્ચાર્જ ચીફ ઓફિસરને રુબરુ હાજર રહેવા કોર્ટે આદેશ કર્યો હતો. કોર્ટે ઉઠાવેલા સવાલોના જવાબ સોંગદનામા પર રજુ કરવા પણ આદેશ કર્યા હતા. 24 નવેમ્બરે વધુ સુનાવણી હાથ ધરાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.