AMCની મંજૂરી:ઇંગ્લિશ મીડિયમની નવી 18 સ્કૂલને પરવાગની આપી, આ સાથે કુલ 55થી વધુ ઇંગ્લિશ સ્કૂલ

અમદાવાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સ્કૂલોમાં વધુ 18 અંગ્રેજી માધ્યમની સ્કૂલોનો વધારો થયો છે. પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા અમદાવાદની 18 સ્કૂલોને મંજૂરી આપતો પત્ર જાહેર કરાયો છે. હવે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં અંગ્રેજી માધ્યમની કુલ સ્કૂલોનો આંકડો 55થી વધુ થયો છે.

પ્રાથમિક નિયામકે સ્કૂલોની મંજૂરીના પત્રમાં જણાવ્યું કે જ્યાં સુધી સરકાર દ્વારા શિક્ષકોની નિમણૂક ન થાય ત્યાં સુધી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ પોતાની રીતે શિક્ષકોની વ્યવસ્થા કરવાની રહેશે, જેથી આવનારા સમયમાં નવી મંજૂર કરાયેલી સ્કૂલોમાં કોન્ટ્રાક્ટ આધારિત શિક્ષકોની નિમણૂક કરાશે.

સ્કૂલ બોર્ડના ચેરમેન ડો. સુજય મહેતાએ જણાવ્યું કે, હાલ મંજૂરી મેળવનારી 18 સ્કૂલોમાં જૂન- 2022થી ધો.1 શૈક્ષણિક કાર્ય શરૂ કરાયું છે. અંદાજે 600 વિદ્યાર્થીઓ તેમાં અભ્યાસ કરી રહ્યાં છે. આવનારા સમયમાં તબક્કાવાર આગળના ધોરણો શરૂ કરાશે.

આ વિસ્તારોની સ્કૂલોને મંજૂરી મળી

  • ઇન્દિરાનગર-2 પબ્લિક સ્કૂલ
  • મણિનગર પબ્લિક સ્કૂલ, મોટેરા પબ્લિક સ્કૂલ
  • શહીદ વીર કેપ્ટન નીલેશ સોની પબ્લિક સ્કૂલ
  • બાપુનગર પબ્લિક સ્કૂલ, દરિયાપુર પબ્લિક સ્કૂલ
  • અસારવા પબ્લિક સ્કૂલ
  • સરખેજ પબ્લિક સ્કૂલ
  • નવા વાડજ પબ્લિક સ્કૂલ
  • સાબરમતી પબ્લિક સ્કૂલ
  • મેઘાણીનગર પબ્લિક સ્કૂલ
  • કુબેરનગર પબ્લિક સ્કૂલ
  • બાગેફિરદોશ પબ્લિક સ્કૂલ
  • નવા વણકર પબ્લિક સ્કૂલ
  • ઘાટલોડિયા, મેમનગર
  • એલિસબ્રિજ પબ્લિક સ્કૂલ
  • બાપુનગર પબ્લિક સ્કૂલ
અન્ય સમાચારો પણ છે...