હાલ ગુજરાતમાં સરકારી ભરતીની મૌસમ પૂરબહારમાં ખીલી છે. પહેલા માહિતી ખાતાની અને હવે બિન સચિવાલય, આસિસ્ટન્ટ ક્લાર્ક તથા પોલીસ વિભાગમાં LRD અને PSIની ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ગુજરાત પોલીસની લોકરક્ષક કેડરની 10459 જેટલી જગ્યાઓ માટેની ભરતીમાં 9.50 લાખ ઉમેદવારો છે, જેમની શારીરિક પરીક્ષા 3 ડિસેમ્બરથી શરૂ થવાની જાહેરાત થઈ ચૂકી છે. PSI અને LRD બંનેની શારીરિક પરીક્ષા સાથે રાખવામાં આવી છે. 24 નવેમ્બરે મહેસાણા, વડોદરા અને રાજકોટ જિલ્લામાં મેદાનો ફાળવવામાં આવ્યા છે. આમ કુલ 20 જિલ્લામાં 133 મેદાનોની ફાળવણી કરી છે.
ગુજરાતના 12 લાખથી વધુ યુવાન યુવતીઓ પોલીસ ભરતીમાં ભાગ લઈ રહ્યા છે. આમ ગુજરાતના 10% પરિવારોમાંથી કોઈને કોઈ આ ભરતીમાં ભાગ લઈ રહ્યા છે.
પોલીસ તથા સ્થાનિકો દ્વારા ઉમેદવારો માટે મેદાનો ફાળવાયા
હવે રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં ગોંડલ, જસદણ, જેતપુર, ઉપલેટા તથા ધોરાજી એમ પાંચ જગ્યાએ પોલીસ ભરતીની તાલીમ શરૂ કરવામાં આવી છે. આ અંગે પોલીસ ભરતી બોર્ડના પ્રમુખ હસમુખ પટેલ દ્વારા ટ્વીટ કરીને આવા મેદાનોની ફાળવણી અંગે માહિતી આપી છે. તેમજ વડોદરા જિલ્લામાં 6 જગ્યાએ આ ઉપરાંત મહેસાણા જિલ્લામાં કુલ 20 જગ્યાએ પોલીસ ભરતી તાલીમ શરૂ કરવામાં આવી છે. અત્યાર સુધી એક જિલ્લામાં સૌથી વધારે કેન્દ્ર આ જિલ્લાએ શરૂ કર્યા છે. આ પહેલા રાજ્યમાં અત્યાર સુધીમાં 17 જિલ્લાઓમાં પોલીસ તથા સ્થાનિકો દ્વારા ઉમેદવારો માટે મેદાનો ફાળવાયા હતા. આમ કુલ 20 જિલ્લામાં 133 મેદાનો ફાળવવામાં આવ્યા છે. આ કસોટીને હવે ગણતરીના દિવસે બાકી હોવાથી ઉમેદવારોએ ટાર્ગેટ કરતા બમણું દોડવાનું શરૂ કરી દીધું છે, જેથી પ્રેક્ટિકલ
પરીક્ષામાં કોઈ ચૂક ન રહી જાય.
દોડના માર્ક્સની મેરિટમાં ગણતરી થશે
પુરુષ ઉમેદવારોએ પૂરા 25 માર્ક્સ લેવા માટે 20 મિનિટ કે એનાથી ઓછા સમયમાં દોડ પૂરી કરવાની રહેશે. વધુમાં 24થી 25 મિનિટની વચ્ચે જો દોડ પૂરી થશે તો માત્ર 10 જ માર્ક્સ મળશે. જ્યારે મહિલા ઉમેદવારોએ પૂરા 25 માર્ક્સ લેવા માટે 7 મિનિટ કે એનાથી ઓછા સમયમાં દોડ પૂરી કરવાની રહેશે. 9થી 9.30 મિનિટ વચ્ચે દોડ પૂરી કરનારને માત્ર 10 માર્ક્સ મળશે. એક્સ-સર્વિસમેને પૂરા 25 માર્ક્સ લેવા માટે 9.30 મિનિટ કે એનાથી ઓછા સમયમાં દોડ પૂરી કરવાની રહેશે. 12 અને 12.30 મિનિટ વચ્ચે દોડ પૂરી કરનારને માત્ર 10 માર્ક્સ મળશે. જેથી ઉમેદવારો જેટલા ઓછા સમયમાં દોડ પૂરી કરશે એટલા વધુ માર્ક્સ મળશે અને મેરિટમાં તેને ફાયદો થઈ શકે છે.
આ જિલ્લાઓમાં પણ મેદાનો ફાળવાયા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.