તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શૈક્ષણિક હેતુ:આંબેડકર યુનિ.ને પ્રાદેશિક કેન્દ્ર માટે જમીનની ફાળવણી

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી(બીએઓયુ)ને પ્રાદેશિક કેન્દ્ર માટે ભાવનગર ખાતે જમીનની ફાળવણી કરવામાં આવશે. ભાવનગરમાં આ પ્રાદેશિક કેન્દ્ર માટે આશરે 4000 ચોરસ મીટર જમીન ફાળવાશે.

યુનિવર્સિટીના કુલપતિ ડો. અમીબેન ઉપાધ્યાયે જણાવ્યું છે કે,‘ડો. બાબા સાહેબ આંબેડર ઓપન યુનિવર્સિટીના 250થી વધારે અભ્યાસ કેન્દ્રો ઉપરાંત રાજયભરમાં પ્રાદેશિક કેન્દ્રોની સ્થાપના કરાઈ છે. યુનિવર્સિટીમાં પાટણ,રાજકોટ, સુરત,કચ્છ, ભાવનગર, છોટા ઉદેપૂર સહિતના છ પ્રાદેશિક કેન્દ્રો કાર્યરત છે.’

ગત જાન્યુઆરી 2021માં ડો બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી દ્વારા ભાવનગરના પ્રાદેશિક કેન્દ્રો માટે જમીનની ફાળવણી માટે દરખાસ્ત મૂકવામાં આવી હતી. જેનો ભાવનગરના કલેક્ટર ડો. ગૌરાંગ ભાઈ મકવાણા તરફથી હકારાત્મક પ્રતિસાદ સાંપડયો છે. તેમણે ભાવનગર યુનિવર્સિટીની બાજુમાં આવેલી જમીન શૈક્ષણિક હેતુ માટે તબદીલ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ભાવનગર પ્રાદેશિક કેન્દ્રનો લાભ ભાવનગર ઉપરાત તેમની આસપાસના તમામ જિલ્લાઓના વિદ્યાર્થીઓને મળી શકશે.

અન્ય સમાચારો પણ છે...