'ફૂડ સેફ્ટી ઓન વ્હીલ':અમદાવાદ જિલ્લામાં વધુ એક ફૂડ ટેસ્ટિંગ મોબાઈલ લેબોરેટરી વાનની ફાળવણી, સ્થળ પર જ ખાદ્ય પદાર્થની તપાસ થશે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફૂડ ટેસ્ટિંગ વાનને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવાયું - Divya Bhaskar
ફૂડ ટેસ્ટિંગ વાનને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવાયું
  • ગુજરાત પાસે હાલમાં 22 મોબાઈલ ટેસ્ટિંગ વાન ઉપલબ્ધ છે

કેન્દ્ર સરકારની ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ગુજરાત રાજ્ય સરકારને એક ફૂડ સેફ્ટી વાન ફાળવવામાં આવેલ છે. જેથી સેફ્ટી વાનમાં ખાદ્ય ચીજવસ્તુઓ જેવી કે તળેલું તેલ, દૂધ, પેકિંગમાં મળતા પીવાનું પાણી, જ્યૂસ, શરબત તેમજ અન્ય ખાદ્યચીજોની ચકાસણી કરાશે. નાગરિકોને અશુદ્ધ અને ભેળસેળવાળો ખાદ્ય પદાર્થ ન લેવો પડે તે માટે આ મોબાઇલ વાન વિવિધ તાલુકાઓમાં તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ફેરવવામાં આવશે અને નાગરિકોને ખાદ્ય પદાર્થોનું ટેસ્ટિંગ વિનામૂલ્યે કરી આપવામાં આવશે.

આ ઉપરાંત બજારમાં પણ આ વાન દ્વારા ખાદ્ય ચીજોનું પ્રાથમિક પરીક્ષણ કરવામાં આવશે અને જો ખાદ્યનો નમુનો ભેળસેળયુક્ત પુરવાર થશે તો ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ-2006 અન્વયે નમૂનાઓ લઈને તેની સામે કાયદાકીય રીતે કડક પગલાં લેવાશે.

ફૂડ ટેસ્ટિંગ વાનનું નિરીક્ષણ કરતા અમદાવાદ જિલ્લા કલેક્ટરની તસવીર
ફૂડ ટેસ્ટિંગ વાનનું નિરીક્ષણ કરતા અમદાવાદ જિલ્લા કલેક્ટરની તસવીર

અગાઉ ગુજરાતને 4 વાન ફાળવાઈ હતી
કેન્દ્ર સરકારના ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા અગાઉ આવી 4 વાન ગુજરાતને ફાળવવામાં આવી હતી. જેમાં અદ્યતન ટેક્નોલોજી ધરાવતા કોમ્પ્યુટરાઈઝડ સાધનો દ્વારા ખાદ્ય ચીજોની ચકાસણી માટે રાજ્ય સરકાર દ્વારા કરાયેલા શ્રેષ્ઠ કામગીરીને પરિણામે ગુજરાતને કેન્દ્ર સરકાર દ્વારા વધુ એક મોબાઈલ વાન વિનામૂલ્યે પૂરી પાડવામાં આવી છે.

22માંથી એક વાન અમદાવાદ જિલ્લામાં ફાળવાઈ
તંત્ર પાસે હાલ 22 મોબાઈલ ટેસ્ટિંગમાં ઉપલબ્ધ છે. જેનું રાજ્યભરમાં પરિભ્રમણ કરીને જનજાગૃતિ પણ કેળવાશે. જે પૈકીની એક વાનની અમદાવાદ જિલ્લામાં ફાળવવામાં આવેલી છે. આ વાનનો તમામ આનુષાંગિક ખર્ચ કેન્દ્ર સરકાર દ્વારા પૂરો પાડવામાં આવશે. આ મોબાઈલ વાન અદ્યતન ટેકનોલોજી યુક્ત સાધનોથી સુસજ્જ છે. જેનો ઉપયોગ દૂધમાં ફેટ, એસ.એન.એફ. પ્રોટીન તથા એમોનિયમ સલ્ફેટ, સુક્રોઝ, વોટર, યુરિયા જેવા કેમિકલ્સ શોધી શકાશે.

દુકાન પર જઈને વાન ખાદ્ય પદાર્થની ચકાસણી કરશે
દુકાન પર જઈને વાન ખાદ્ય પદાર્થની ચકાસણી કરશે

વાનમાં ઝેરી તેલને ચકાસવા માટેનું મશીન
આ ઉપરાંત ખાદ્યતેલ કે જેમાં વારંવાર ખાદ્યચીજો તળવામાં આવે તો તેલ ઝેરી બની જાય છે. ઝેરી તેલને ચકાસવા માટેનું મશીન પણ આ વાનમાં ઉપલબ્ધ છે. જેનાથી ફરસાણની દુકાનો પર જઈને તેની ચકાસણી કરાશે. કોઈ પણ ખાદ્ય ચીજવસ્તુમાં ભેળસેળયુક્ત નમુનો પુરવાર થશે તો એની સામે કાયદાકીય રીતે કડક પગલાં લેવાશે. આ ઉપરાંત આ મોબાઈલ ટેસ્ટિંગમાં દ્વારા ફુડ સેફટી અંગેની જાગૃતિ તેમજ તાલીમ કાર્યક્રમો પણ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...