• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Allocating A Grant Of Rs 91 Crore To Make The Air Of Ahmedabad More Pure And Fresh, Project To Reduce Pollution And Make The Air Breathable

કેન્દ્રની AMCને ગ્રાન્ટ:અમદાવાદની હવાને વધુ શુદ્ધ અને તાજી કરવા 91 કરોડની ગ્રાન્ટ ફાળવી, પ્રદૂષણ ઘટાડી હવા શ્વાસ લેવા લાયક બનાવવા માટે પ્રોજેક્ટ

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ મહાનગરપાલિકા, ફાઇલ તસવીર - Divya Bhaskar
અમદાવાદ મહાનગરપાલિકા, ફાઇલ તસવીર
  • શહેરમાં 5 કરોડના ખર્ચે પ્રદૂષણ અટકાવતાં ટાવરો લગાવાશે

શહેરમાં શિયાળામાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 300ને પાર એટલે કે ખૂબ જ ખરાબ સ્થિતિમાં પહોંચી જાય છે. આ સ્થિતિમાં શહેરની હવાને શુદ્ધ કરવા મ્યુનિ.ને કેન્દ્ર તરફથી 91 કરોડની ગ્રાન્ટ મળી છે. હવા શુદ્ધી માટે 6 પ્રકારની કામગીરી થશે. મ્યુનિ. ફાઇનાન્સ બોર્ડને હવાની શુદ્ધતા માટે જનરલ ગ્રાન્ટ પેટે રૂ. 84.34 કરોડ મળ્યા છે. આનુષંગિક કામગીરી માટે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત મંજૂર થઈ છે.

  • પ્રદૂષણ રોકતાં ટાવર ઉભા કરાશેઃ હવામાં રહેલા 2.5 પીએમ અને 10 પીએમના સૂક્ષ્મકણોનું પ્રદૂષણ દૂર કરતા સાધન 5 કરોડના ખર્ચે લાગશે.
  • પબ્લિક ટ્રાન્સપોર્ટમાં સુધારોઃ બીઆરટીએસ-એએમટીએસને વધુ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી બનાવવા ઇલેક્ટ્રિક બસો માટે 24 કરોડ જેટલી માતબર રકમ ફાળવવામાં આવી છે.
  • ટ્રાફિક વધુ સારો બનાવોઃ હવાનું પ્રદૂષણ ઘટાડવા ટ્રાફિક સિસ્ટમ વધુ સરળ બનાવવી આવશ્યક છે. લાઇટિંગ સિસ્ટમ સુદ્રઢ બનાવાતાં ટ્રાફિકને રોકાવું ન પડે અને પ્રદૂષણ ઘટે તે માટે 2 કરોડ ફાળવાશે.
  • ગ્રીન કવર વધારવુંઃ 15 કરોડના ખર્ચે શહેરમાં વધુ વૃક્ષો વાવવા, ગ્રીન બફર તૈયાર કરવું, ખુલ્લા વિસ્તારને પણ ગાર્ડન કે પાર્ક બનાવવા, ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં વધુ વૃક્ષો વાવવામાં આવશે.
  • રસ્તાની સાઇડમાં ફૂટપાથઃ રસ્તાને અડીને જ ફૂટપાથ, ધૂળ રહે તેવી ખાલી જગ્યા ન રાખવી જેથી તેના કણો હવામાં ભળીને હવાનું પ્રદૂષણ ન વધારે તે પ્રકારે એન્જીનિયરિંગ માટે રૂ. 40 કરોડ ફાળવ્યા છે.
  • એર ક્વોલિટી ઇન્ડેક્સ મોનિટર થશેઃ એર ક્વોલિટીના તમામ ધારાધોરણ જળવાઈ રહે તે માટે વિશેષ સેલ સ્થાપવા 5 કરોડની જોગવાઈ કરાશે.
અન્ય સમાચારો પણ છે...