ફ્લાઇટ બંધ:એલાયન્સ એરે નાસિક જતી એક માત્ર ફ્લાઇટ બંધ કરી

અમદાવાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • હવે શિરડી બાય રોડ કે ટ્રેનથી જ જવું પડશે
  • એડવાન્સ​​​​​​​ બુકિંગ કરાવનારાને રિફંડ મળશે

એલાયન્સ એરની અમદાવાદથી નાસિક જતી ફલાઇટ થોડા દિવસ પહેલા જ બંધ કરી દેવામાં આવી છે, હવે મુસાફરો માટે અમદાવાદ એરપોર્ટ પરથી આ સેક્ટરની અન્ય એરલાઇનની એકપણ ફલાઇટ રહી નથી. હવે હજારો મુસાફરોને શિરડી બાયરોડ કે ટ્રેનમાં જવુ પડશે.

છેલ્લા ઘણાં વખતથી અમદાવાદ એરપોર્ટ પરથી અેલાયન્સ એરની નાસિકની ફલાઇટ ઓપરેટ કરાતી હતી. વેપાર-રોજગાર અને શિરડી જનાર શ્રધ્ધાળુઓ હોવાથી ફલાઇટમાં પેસેન્જ લોડ ફેક્ટર સારો મળી રહેતો હતો. બીજંુ કે એરપોર્ટ પર આ સેક્ટર માટે એક જ ફલાઇટની સુવિધા હતી. હાલમાં એરલાઇન કંપનીએ અમદાવાદથી નાસિક સેક્ટરની ફલાઇટ બુકિંગ સિસ્ટમ પરથી હટાવી છે. સૂત્રોએ જણાવ્યું કે જે મુસાફરોએ એડવાન્સ ટિકિટ બુકિંગ કર્યું હશે તેમને પૂરું રિફંડ આપી દેવાશે, એરક્રાફટની અછત હોવાથી આ સેક્ટરની ફલાઇટ હાલ પૂરતી બંધ કરાઇ છે. આ ફલાઇટે અમદાવાદથી છેલ્લી ઉડાન 28મી ઓક્ટોબરે ભરી હતી. આ સેક્ટર પર એરલાઈન્સ કંપની 72 સીટર એટીઆર એરક્રાફ્ટનો ઉપયોગ કરતી હતી.

અન્ય સમાચારો પણ છે...