તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:કોરોનાની કામગીરીમાંથી ઓળખીતા શિક્ષકોને દૂર રખાયા હોવાનો આક્ષેપ

અમદાવાદ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મ્યુનિ. સ્કૂલોના 1200 શિક્ષકને કોરોના કામગીરીમાં જોડાતા રોષ
  • કામગીરીથી વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર થતી હોવાની રજૂઆત

કર્ફ્યૂમાં પણ મ્યુનિ. સ્કૂલોના 1200 જેટલા શિક્ષકો કોરોનાની સરવે કામગીરીમાં જોડાતા રોષ વ્યાપ્યો છે. કેટલાક શિક્ષકોનો આક્ષેપ છે કે, ઓળખીતા શિક્ષકોને કોરોનાની કામગીરી અપાતી નથી. જ્યારે અધિકારીઓનો દાવો છે કે કોરોનાની કામગીરીમાં કોઈપણ વિરોધ નથી.

અમદાવાદમાં શનિવાર અને રવિવારના દિવસે સરકાર દ્વારા કર્ફ્યૂ જાહેર કરાયો છે. પરંતુ શિક્ષકોને કોરોનાની કામગીરીનો સરવે સોંપવામાં આવ્યો છે. શિક્ષકોના જણાવ્યા પ્રમાણે, કોરોના મહામારીની શરૂઆતથી જ શિક્ષકોને સરવે, અનાજ વિતરણ, ટેસ્ટિંગ ડોમ પર અને હોસ્પિટલમાં રજિસ્ટ્રેશનની કામગીરી સોંપાઈ છે. જ્યારે અન્ય વિભાગના બહુ ઓછા કર્મચારીઓને કોવિડની કામગીરી સોંપવામાં આવી છે છતાં પણ શિક્ષકોને વધુ ને વધુ કામગીરી સોંપાઈ રહી છે. આ સાથે જ માત્ર મ્યુનિ. સ્કૂલોના જ તમામ શિક્ષકોને કોરોનાની કામગીરી સોંપાઈ નથી. અધિકારીઓના ઓળખીતા શિક્ષકોને અત્યાર સુધી એકાદ સાધારણ કામગીરી સોંપીને તેમનું કામ પૂરું બતાવી દેવામાં આવે છે. જ્યારે ઘણાં શિક્ષકોને અત્યાર સુધીમાં પાંચ કરતા પણ વધુ કામગીરી ફાળવી દેવાઇ છે.

સરવે કામગીરી વચ્ચે કોર્સ પૂરો કરવાનો પડકાર
એક તરફ કોરોનાની કામગીરી અને બીજી તરફ એકમ કસોટી, અભ્યાસક્રમ પૂરો કરવાની કામગીરી. શિક્ષકોને કોરોનાની કામગીરી સોંપાતા તેની અસર બાળકોના અભ્યાસ પર થઇ રહી છે. કારણ કે ઓનલાઇન એજ્યુકેશનની સુવિધા જે બાળકો પાસે નથી તેમને શિક્ષકો તેમની પાસે જઈને કોરોનાના નિયમોને ધ્યાનમાં લઈ અભ્યાસ કરાવી શકે છે. પરંતુ કોરોનાની કામગીરીને કારણે જરૂરિયાતમંદ બાળકોના અભ્યાસ પર અસર થઈ રહી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડાં મહત્ત્વપૂર્ણ નવા સંપર્ક સ્થાપિત થશે જે ખૂબ જ લાભદાય રહેશે. તમારા ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. શુભ કામ પણ સંપન્ન થશે. નેગેટિવઃ- વ્યક્તિગત સ્વાર્થના કારણે ખટાસ આ...

વધુ વાંચો