વિવાદ:મણિભુવનમાંથી લીલાવતી ટ્રસ્ટના કથિત ટ્રસ્ટીઓએ જ 45 કરોડના ઝવેરાતની ચોરી કરાવ્યાનો આક્ષેપ

અમદાવાદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફંડનો દુરુપયોગ કરાયો: ટ્રસ્ટી પ્રશાંત મહેતા

મુંબઇની લીલાવતી હોસ્પિટલના અન્ય કથિત ટ્રસ્ટીઓ સામે એક ટ્રસ્ટીએ 45 કરોડના ઝવેરાતની ચોરી કરાવ્યાનો આક્ષેપ કર્યો છે.

લીલાવતી હોસ્પિટલના ટ્રસ્ટી પ્રશાંત મહેતાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, લીલાવતી કીર્તિલાલ મહેતા મેડિકલ ટ્રસ્ટના કેટલાક કથિત ટ્રસ્ટીઓએ બોર્ડ ઓફ ટ્રસ્ટની અને ચેરિટી કમિશનરની મંજૂરી લીધા વગર કોરોનાકાળમાં વકીલોની ફી પેટે 7 કરોડ ચૂકવ્યા છે, જે ગેરબંધારણીય છે. પાલનપુરમાં ટ્રસ્ટના મણિભુવનમાં સેફ ડિપોઝિટ વોલ્ટ આવેલું છે. તેમાંથી 45 કરોડના કીમતી ઝવેરાતની ચોરીમાં પણ આ કથિત ટ્રસ્ટીઓ સંડાવાયેલા છે. વિજય મહેતા, પ્રબોધ મહેતા, રશ્મિ મહેતા, રેખા શેઠ સહિતના ટ્રસ્ટીઓએ ફાઉન્ડર ટ્રસ્ટીઓની મંજૂરી લીધા વગર કોરોનાકાળમાં વકીલને 7 કરોડ ફી શા માટે ચૂકવી? છેલ્લા 10થી 12 વર્ષમાં ટ્રસ્ટના ફંડમાંથી કથિત ટ્રસ્ટીઓએ ગેરકાયદેે પોતાના અંગત કેસ લડવા માટે 50 કરોડ રૂપિયા વાપર્યા છે. આ કથિત ટ્રસ્ટીઓએ ટ્રસ્ટમાંથી મોટી રકમની ઘાલમેલ કરી છે.

પ્રશાંત મહેતાએ આ કથિત ટ્રસ્ટીઓ સામે ગુજરાત હાઈકોર્ટમાં પણ અરજી કરી છે. મણિભુવનમાંથી વર્ષ 2019માં મહારાજાઓના હીરા, ઝવેરાત, સોના-ચાંદીના દાગીના અને વાસણો તથા એન્ટિક વસ્તુઓ થઈને કુલ 45 કરોડની ચોરી થઇ છે, તેની પાછળ પણ આ ટ્રસ્ટીઓ સંકળાયેલા છે તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...