આરોપ:ફોગિંગ માટે વાર્ષિક કોન્ટ્રાક્ટ કરવા દબાણ કરાતું હોવાનો આક્ષેપ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

મ્યુનિ. અધિકારીઓ વેપારીઓને ફોગિંગ કરાવવા કોન્ટ્રાક્ટરો પાસે વાર્ષિક કોન્ટ્રાક્ટ માટે દબાણ કરતા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. દક્ષિણ ઝોનમાં લાંભા, પીપળજ, વટવા, નારોલ, અસલાલીમાં નાની મોટી પાંચ હજારથી વધુ ફેક્ટરી છે. આક્ષેપ છે કે, શહેરના આસિ. મ્યુનિ. કમિશનરના ગામના એક સગાં વર્ષોથી ફોગિંગ કામ સાથે સંકળાયેલા છે.

આ અધિકારીના નામે ફોગિંગ કોન્ટ્રાક્ટર શહેરના આઠે ઝોનની ઈન્ડસ્ટ્રીમાં જઈ ફોગિંગ માટે વાર્ષિક કોન્ટ્રાક્ટ કરે છે. જો કોઈ કોન્ટ્રાક્ટની ના પાડે તો બીજી રીતે હેરાન કરવાની ધમકી મળે છે. એક વેપારીએ કહ્યું કે, દર વર્ષે અમે પાંચ હજારમાં વાર્ષિક કોન્ટ્રાક્ટ કરીએ છીએ, જેમાં આ વેપારી માત્ર ત્રણ-ચારવાર ફોગિંગ કરાવે છે. અમારા માટે તો અધિકારી નારાજ ના થાય તે જ ધ્યાનમાં રાખવું પડે છે.

અન્ય સમાચારો પણ છે...