તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અમદાવાદ એરપોર્ટ પર અન્ય રાજ્યોમાંથી આવતા તમામ પેસેન્જરો માટે પ્રવાસ શરૂ કરવાના 72 કલાકમાં કરાવેલ આરટીપીસીઆર ટેસ્ટ નેગેટિવ રિપોર્ટ સાથે હોવો ફરજિયાત છે. પરંતુ અમદાવાદ એરપોર્ટ પર આવતા તમામ પેસેન્જરો આરટીપીસીઆર ટેસ્ટ રિપોર્ટ સાથે આવે છે કે કેમ તેની યોગ્ય ચકાસણી થતી નથી અને અનેક પેસેન્જરો એરાઈવલ એરિયામાંથી સીધા બહાર નિકળી જાય છે. એજરીતે આરટીપીસીઆર ટેસ્ટ રિપોર્ટ વગર આવતા કેટલાક પેસેન્જરોના ટેસ્ટ થાય છે પરંતુ તેમને રિપોર્ટ આપવામાં આવતો નથી તેઓ આરોપ એક પેસેન્જરે લગાવ્યો છે.
એરપોર્ટ પર આવેલા એક પેસેન્જરે અમદાવાદ એરપોર્ટનું સંચાલન કરતી ખાનગી કંપનીને સોશિયલ મિડિયા દ્વારા જણાવ્યું છે કે, અમદાવાદ એરપોર્ટના એરાઈવલ એરિયામાં કોઈ પણ અધિકારીએ આરટીપીસીઆર ટેસ્ટ રિપોર્ટ ચેક કરવાની તસ્દી લેતા નથી. તેઓ પોતે જ એરાઈવલ એરિયામાંથી અન્ય કેટલાક પેસેન્જરો સાથે સીધા બહાર નિકળી ગયા હતા. જેના પગલે એરપોર્ટના ગ્રાઉન્ડ સ્ટાફને આ વિશે એજ્યુકેટ કરવાની જરૂર છે.
એ જ રીતે અન્ય એક પેસેન્જરે જણાવ્યું હતું કે, બે દિવસ પહેલા તે ફ્લાઈટમાં પ્રવાસ કરી અમદાવાદ આવ્યો હતો. રિપોર્ટ વગર આવતા એરપોર્ટના એરાઈવલ એરિયામાં તેણે રૂ.800 ચુકવી આરટીપીસીઆર ટેસ્ટ કરાવ્યો હતો. ટેસ્ટ કરાવ્યા બાદ તેને ઘરે જવા દેવાયું હતું. જેના પગલે તે રવિવારે ફરી રિપોર્ટ લેવા આવ્યો ત્યારે તેને રિપોર્ટ મળ્યો ન હતો.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.