તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઇન્ડસ્ટ્રીઝ-માઇન્સ વિભાગમાં ફરિયાદ:ગુજરાતના 6 જિલ્લામાં રૂપિયા 100 કરોડના માઇનિંગ કૌભાંડનો આક્ષેપ

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
બ્રિજેશ એન્ટરપ્રાઇઝ પોતે અથવા પોતાનાં મળતિયાઓને હાઇએસ્ટ બિડ કરનારા લોકોથી પણ વધુ બિડ કરાવી દેતાં હતાં. - Divya Bhaskar
બ્રિજેશ એન્ટરપ્રાઇઝ પોતે અથવા પોતાનાં મળતિયાઓને હાઇએસ્ટ બિડ કરનારા લોકોથી પણ વધુ બિડ કરાવી દેતાં હતાં.
 • ઇન્ડસ્ટ્રીઝ-માઇન્સ વિભાગમાં ફરિયાદથી તપાસનો ધમધમાટ
 • માઇનિંગ અધિકારી બ્રિજેશ સવાણીએ પિતાને બ્લોક અપાવ્યાનો આક્ષેપ

ગુજરાતની માઇનિંગ વિભાગમાં કરોડો રુપિયાનાં માઇનિંગ કૌભાંડનો આક્ષેપ કરતી ફરિયાદ થતાં તપાસનો ધમધમાટ શરુ થયો છે. ઇન્ડસ્ટ્રીઝ અને માઇન્સ વિભાગમાં બ્રિજેશ એન્ટરપ્રાઇઝ નામની પેઢી પર ગાંધીનગર, છોટા ઉદેપુર, ભરુચ, સાબરકાંઠા, અમદાવાદ અને વડોદરા જિલ્લામાં માઇનિંગ અધિકારી બ્રિજેશ સવાણીની મદદથી આશરે 30 જેટલા બ્લોક્સ મેળવ્યાની ફરિયાદ થઇ છે. આ સંદર્ભે ફરિયાદ થતાં બ્રિજેશ સવાણીની એક વખથ છોટા ઉદેપુરથી તો બદલી કરી દેવામાં આવી છે. જોકે ફરિયાદમાં સવાણી સામે તપાસ કરીને પદનાં દુરુપયોગ બદલ કડક પગલાની માંગ કરાઇ છે.

આ સંદર્ભે બ્રિજેશ એન્ટરપ્રાઇઝનાં માલિક ડો. ભુપતરાય સવાણીએ બિઝનેસમાં દુશ્મનાવટનાં ભાગરુપે ફરિયાદો કરાઇ રહી હોવાનું અને કોઇ સાબિત કરી આપે કે ખોટું થયું છે તો તમામ બ્લોક સરેન્ડર કરી દેવાનું જણાવ્યું હતું. સરકારે જિલ્લા કલેક્ટરો અને વિવિધ એજન્સીઓ પાસેથી રીપોર્ટ મંગાવી તપાસ શરૂ કરી છે.

બીજાના બીડની માહિતી મેળવી લઈને પોતે ટેન્ડર ભરતા હતા
અમદાવાદ સ્થિત એક્ટિવિસ્ટ કૃણાલ છાયાએ ઓગસ્ટ મહિનામાં વિગતવાર ફરિયાદ ઇન્ડ્સ્ટ્રીઝ અને માઇનિંગ વિભાગને કરી હતી. છાયાએ કરેલા આક્ષેપો મુજબ માઇનિંગ અધિકારી બ્રિજેશ સવાણીની મદદથી તેમના પિતા ડો. ભુપતરાય સવાણી અને ભાઇ દર્શિત સવાણી માઇનિંગ બ્લોક્સની ઓક્શન કરનારાનાં લોકોની આગોતરી માહિતી મેળવી લેતાં હતાં. આ માહિતી મળ્યા બાદ બ્રિજેશ એન્ટરપ્રાઇઝ પોતે અથવા પોતાનાં મળતિયાઓને હાઇએસ્ટ બિડ કરનારા લોકોથી પણ વધુ બિડ કરાવી દેતાં હતાં. આ રીતે આશરે 30 જેટલા બ્લોક મેળવ્યાનો આક્ષેપ થયો છે.

ફરિયાદ બાદ બ્રિજેશની બદલી કરાઈ
આ ફરિયાદ એડીશનલ ચીફ સેક્રેટરી, માઇન્સ ડીપાર્ટમેન્ટે બાદમાં ગુજરાત મિનિરલ રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સોસાયટીને મોકલી અપાતાં છોટા ઉદેપુરમાં માઇન્સ સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતાં બ્રિજેશ સવાણીની 21 સપ્ટેમ્બરે બદલી કરી દેવાઇ હતી. જોકે બદલીનાં 20 દિવસ બાદ તેમને છોટા ઉદેપુરથી છૂટા કરાયા હતાં.

વિરોધીઓના મારી સામે ખોટા આક્ષેપ
બ્રિજેશ એન્ટરપ્રાઇસના ડો. ભુપતરાય સવાણીએ કહ્યું- મારા વિરોધીઓ હેરાન કરી રહ્યાં છે. સમગ્ર બ્લોક્સ ઇ ઓક્શન પ્રક્રિયાનાં ભાગરુપે એલોટ થાય છે. કોઇ સાબિત કરી આપે કે ખોટું થયું છે તો હું તમામ બ્લોક સરેન્ડર કરી દઇશ અને મારો દિકરો નોકરી પણ છોડી દેશે.

કલેક્ટરો પાસે રિપોર્ટ મંગાવ્યા છે
કમિશનર ઓફ જીયોલોજી એન્ડ માઇનિંગ ડી. એમ. સોલંકી, એડીશનલ ડાયરેક્ટર (ડેવલપમેન્ટ)એ કહ્યું- આ ફરિયાદ બાદ અમે જ્યાં જ્યાં આ પેઢીને બ્લોક ફળવાયા છે તે તમામ જિલ્લાની કલેક્ટર કચેરીઓ પાસેથી બ્લોક ફાળવણી સંદર્ભે રીપોર્ટ્સ મંગાવ્યા છે. ફરિયાદમાં જે પણ આક્ષેપો થયા છે તેની યોગ્ય તપાસ કરાઇ રહી છે.

પ્રોક્સીનો ઉપયોગ, ‘પેસા’નો દુરુપયોગ
બ્રિજેશ એન્ટરપ્રાઇઝે પોતાનાં પ્રોક્સી વડસિંગ મંડોદ, રમેશ હટીલા વગેરેનાં નામે પણ બ્લોક પણ લીધા હોવાનાં પુરાવા અપાયા છે. એક પુરાવા મુજબ મંડોદ ડો. સવાણીને ત્યાં રુ. 15,000માં નોકરી કરે છે તેમ છતાં તેના નામે આશરે 10 જેટલા બ્લોક બોલે છે. પેસા એક્ટમાં સ્થાનિક આદિવાસીઓને માઇનિંગમાં પ્રાથમિકતા આપવાનો નિયમ છે જેનો દુરુપયોગ થયો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ છે. છાયાએ ભાસ્કરને જણાવ્યું હતું સમગ્ર મામલામાં ઇલલીગલ માઇનિંગ પણ થયું છે. જો યોગ્ય તપાસ થાય તો 100 કરોડથી વધુનું કૌભાંડ બહાર આવે તેમ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો