ખાદ્યતેલ વિતરણની સ્કીમ:મ્યુનિ.નાં રસીકેન્દ્ર પર તેલનો બારોબાર વહીવટ થયાનો આક્ષેપ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશની ફાઇલ તસવીર - Divya Bhaskar
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશની ફાઇલ તસવીર

કોરોની રસી માટે લોકોને આકર્ષવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ખાદ્યતેલ વિતરણની સ્કીમ શરૂ કરી હતી, પરંતુ હવે આ સ્કીમમાં મ્યુનિ.કર્મીઓ લોકોના ભાગનું તેલ ઘરે લઈ જતા હોવાની ફરિયાદ સામે આવી છે. ખાડિયા સ્થિત અર્બન હેલ્થ સેન્ટરમાં છેલ્લાં અઠવાડિયાથી લોકો તેલના પાઉચ લેવા ધક્કા ખાઈ રહ્યાં છે.

આ મામલે શનિવારે લોકોએ હોબાળો મચાવ્યો હતો. સ્થાનિક લોકોએ પૂર્વ ધારાસભ્ય અને કોર્પોરેટરને આ વિશે ફરિયાદ કરી હતી તો પણ સમસ્યાનું નિરાકરણ આવ્યું નહોતું. દોલતખાનામાં રહેતા વિનોદ મોદીને પણ આવો જ અનુભવ થયો હતો. શનિવારે તેલ લેવા પહોંચેલા લોકોને અર્બન હેલ્થ સેન્ટરના કર્મીઓએ 100 નંબર પર ફોન કરવાની ધમકી આપી હતી, પણ તેલ નહીં મળે તેમ જણાવ્યું હતું. આ મામલો છેક મ્યુનિ. હેલ્થ વિભાગ સુધી પહોંચ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...