વિવાદ:શાહીબાગ પુરવઠાના ગોડાઉનમાં કોરોનાનો કેસ છતાં વેપારીઓને હેલ્થ કાર્ડ ન અપાયાનો આક્ષેપ

અમદાવાદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શાહીબાગમાં ઘોડા કેમ્પ ખાતે આવેલા સરકારી અનાજના ગોડાઉનમાં 8મેએ પ્રથમ કોરોના કેસ આવ્યા બાદ પણ બેદરકારી દાખવવા બદલ ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરી પગલા ભરવા માંગ કરાઈ છે. હાલ સસ્તા અનાજની દુકાન માલિકો પણ ભય હેઠળ કામ કરે છે. ગાંધીનગરમાં કરાયેલી ફરિયાદમાં જણાવાયું કે, અનાજના વિતરણ સાથે સંકળાયેલા સુપર સ્પ્રેડરને ઓળખી તેમનાં હેલ્થ કાર્ડ ઇસ્યુ કરવા જોઈતા હતા. ટેસ્ટ કરાવવા માત્ર સૂચના અપાઈ હતી. શાકભાજીવાળાને હેલ્થ કાર્ડ હોય તો જથ્થાબંધ વેપારીને કેમ નહીં ? આ અંગે નાયબ નિયંત્રક જે.વી. દેસાઈએ કહ્યું કે, જેને ટેસ્ટ કરાવવો હોય તે માટે સૂચના અપાઈ હતી. કોઈ બેદરકારી નથી કરવામાં આવી.

અન્ય સમાચારો પણ છે...