તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

DB ઈમ્પેક્ટ:અમદાવાદમાં BRTS બંધ છે ત્યાં સુધી BRTS કોરિડોરમાં વાહન ચલાવી શકાશે, એલિસબ્રિજ પર ટ્રાફિકમાં રાહત થશે

અમદાવાદ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
ટ્રાફિક સમસ્યા દૂર કરવા માટે આજે સ્ટેન્ડીગ કમિટિમાં ચર્ચા થઈ હતી - Divya Bhaskar
ટ્રાફિક સમસ્યા દૂર કરવા માટે આજે સ્ટેન્ડીગ કમિટિમાં ચર્ચા થઈ હતી
  • સાબરમતી નદી પર આવેલા નેહરુબ્રિજને સમારકામ માટે બંધ કરવામાં આવ્યો છે
  • નહેરુબ્રિજ બંધ હોવાથી એલિસબ્રિજ પર ટ્રાફિકનું ભારણ વધે છે

શહેરમાં બીઆરટીએસને મ્યુનિ. દ્વારા બંધ કરવામાં આવી છે ત્યારે પણ બીઆરટીએસ કોરીડોર ખુલ્લા પડ્યા છે. જોકે બીજી તરફ વધી ટ્રાફિકની સમસ્યા છે તે ધ્યાને લઇ મ્યુનિ. સ્ટેન્ડિંગ કમિટીએ હવે તમામ બીઆરટીએસ કોરીડોર જનરલ ટ્રાફિક માટે પણ ખુલ્લો મુકી દીધો છે. આ પહેલા DivyaBhaskarએ 22 માર્ચના રોજ શહેરીજનો માટે કાયમી માથાનો દુખાવો બનેલી ટ્રાફિક સમસ્યા અંગે ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો હતો. આ અહેવાલમાં શહેરીજનોએ વિક્ટોરિયા ગાર્ડનથી સારંગપુર સર્કલ સુધી ખાલીખમ BRTS રૂટ ખોલવાની માગ કરી હતી. જેને પગલે આજે AMCએ વિક્ટોરિયા ગાર્ડનથી સારંગપુર સર્કલ સુધી BRTS ટ્રેકમાં તમામ વાહનો દોડાવવાની છૂટ આપી છે.

વાંચો સંપૂર્ણ અહેવાલઃ BRTS-AMTS બસ બંધ છતાં ટ્રાફિકજામમાં ફસાતા શહેરીજનો, નહેરૂબ્રિજનો ટ્રાફિક પણ ડાયવર્ટ થતાં સમસ્યા વધુ વકરી

નહેરુબ્રિજ બંધ રહેતાં વિકલ્પ તરીકે એલિસબ્રિજનો ઉપયોગ કરાય છે ( ફાઈલ ફોટો)
નહેરુબ્રિજ બંધ રહેતાં વિકલ્પ તરીકે એલિસબ્રિજનો ઉપયોગ કરાય છે ( ફાઈલ ફોટો)

મ્યુનિ. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેષ બારોટની અધ્યક્ષતામાં મળેલી કમિટિની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે નિર્ણયમાં બીઆરટીએસ ઉચ્ચ અધિકારીઓ સાથે મળેલી બેઠકમાં એવો નિર્ણય કરવામાં આવ્યો હતોકે, જ્યાં સુધી બીઆરટીએસ બંધ છે ત્યાં સુધી આ કોરીડોરનો ઉપયોગ સામાન્ય વાહનો પણ કરી શકે છે.

લોકોને ટ્રાફિકમાં હવે અગવડ નહીં પડે
સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન હિતેશ બારોટે જણાવ્યું હતું કે લાલદરવાજા તિલક બાગથી સારંગપુર સર્કલ સુધી BRTS ટ્રેક હવે તમામ વાહનવ્યવહાર માટે ખોલવાનો નિર્ણય કમિટિમાં લેવાયો છે. મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરને જાણ કરી જાહેરનામું બહાર પાડવામાં આવશે. નેહરુબ્રિજ સમારકામ માટે છેલ્લા અનેક દિવસથી બંધ છે જેના કારણે એલિસબ્રિજથી સારંગપુર તરફ જવાના રોડ પર ખૂબ જ ટ્રાફિક થતો હતો. રોડ પર BRTS ટ્રેક હોવાથી ટ્રાફિકમાં વધારો થતો હતો જવા દૂર કરવા આજે સ્ટેન્ડીંગ કમિટીમાં ચર્ચા બાદ તિલકબાગથી સારંગપુર સર્કલ સુધી તમામ વાહનો BRTS રૂટમાં પણ ચાલે તેનો નિર્ણય લેવાયો હતો જેથી લોકોને ટ્રાફિકમાં અગવડ ન પડે.

બસ સેવા બંધ છતાં ટ્રાફિકજામની સમસ્યા યથાવત
18 માર્ચથી શહેરમાં BRTS અને AMTS બસ બંધ કરવામાં આવી છે, તેથી BRTS બસના રૂટ અને રસ્તા પણ બંધ છે. BRTS બસો બંધ થતાં શહેરમાં લોકોએ અવરજવર માટે અન્ય વાહનોનો ઉપયોગ કર્યો છે. એટલે અન્ય વાહનોની સંખ્યા વધી છે. અગાઉ BRTS અને AMTS બસ સેવા ચાલુ હતી ત્યારે ટ્રાફિક જામ તો થતો જ હતો, પરંતુ હાલ BRTS/AMTS બસો બંધ હોવા છતાં ટ્રાફિક જામની સમસ્યા યથાવત જ છે.

નહેરુબ્રિજ પર સમારકામ ચાલતુ હોવાથી એલિસબ્રિજ પર ટ્રાફિકનું ભારણ વધે છે ( ફાઈલ ફોટો)
નહેરુબ્રિજ પર સમારકામ ચાલતુ હોવાથી એલિસબ્રિજ પર ટ્રાફિકનું ભારણ વધે છે ( ફાઈલ ફોટો)

મ્યુનિ.ના આ નિર્ણયને કારણે લાખો વાહન ચાલકોને રાહત મળશે. ખાસ કરીને એક તરફ બીઆરટીએસ કોરીડોર બંધ હોય છે ત્યારે બીજી તરફ આ કોરીડોરની બંને તરફ વાહનોની લાંબી કતારો લાગેલી હોય છે. જેને લીધે નાગરિકોને ટ્રાફિક સમસ્યાનો સામનો કરવો પડે છે. ખાસ કરીને સાબરમતી નદી પર આવેલા નહેરુબ્રિજનું સમારકામ ચાલુ હોવાથી તે બંધ કરવામાં આવ્યો છે. જેથી એલિસબ્રિજથી વિક્ટોરિયા ગ્રાડન થઈ સારંગપુર સર્કલ સુધી ખૂબ જ ટ્રાફિક થતો હતો. નોંધનીય છેકે, આ વિસ્તારમાં પણ રાહત મળી શકે તેવી શક્યતા છે.

એલિસબ્રિજ પર ટ્રાફિકનું ભારણ
શહેરના સૌથી વ્યસ્ત અને મહત્ત્વના નહેરૂબ્રિજને 61 વર્ષ બાદ સંપૂર્ણપણે રિપેર કરવાનો હોવાથી એક મહિના પહેલા 45 દિવસ માટે બ્રિજ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. 1960માં બનેલા 442.34 મીટર લાંબા અને 22.80 મીટર પહોળા બ્રિજનું પહેલીવાર મોટાપાયે રિપેરિંગ થઈ રહ્યું છે. બ્રિજના 7 સસ્પેન્ડેડ સ્પાનની 126 બેરિંગને બદલવી પડે તેમ હોવાથી 126 અલાસ્ટોમેરિક બેરિંગથી તેને રિપ્લેશ કરાશે. આ ઉપરાંત 320 મીટર લાંબા એક્સપાન્શન જોઇન્ટના રિપ્લેસમેન્ટની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. ત્યારે તેના વિકલ્પ તરીકે એલિસબ્રિજનો ઉપયોગ કરવાની જાહેરાત કરાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

વધુ વાંચો