તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
શહેરના નવા પશ્ચિમ ઝોનમાં સફાઈકર્મીઓ પોતાના વારસાઈના હકની માગ સાથે હડતાળ પર છે. શહેરના તમામ યુનિયનો આજથી સફાઈકર્મીઓ સાથે હડતાળમાં જોડાયા છે. સફાઈકર્મીઓ પોતાની માંગ સાથે અડગ રહ્યા છે અને પાંચમા દિવસે પણ હડતાળ યથાવત રાખતા શહેરમાં હવે કેટલીક જગ્યાએ કચરાના ઢગ રોડ પર દેખાય છે. બોડકદેવ ઓફિસના દરવાજા પણ પોલીસે બંધ કરી દીધા છે. જેના કારણે ઓફિસમાં કામ માટે આવતા નાગરિકોને પરત જવું પડે છે. આજે ત્રણ દિવસની રજા બાદ ઓફિસ ખુલી છે પરંતુ સફાઈ કર્મીઓની હડતાળના કારણે દરવાજા બંધ રાખવા પડ્યા છે. નાગરીકોના કામો અટવાઇ પડ્યા છે.
નાતાલ, શનિ અને રવિવાર એમ ત્રણ દિવસની રજા પૂર્ણ થઈ પણ એકેય ઓફિસ કાર્યરત આજે થઈ નથી. ઓફિસના મુખ્ય દરવાજે ધરણા યથાવત હોવાથી કોર્પોરેશનના કર્મચારીઓ સિવાય કોઈને પ્રવેશ નથી. સ્ટાફમાં ડરનો માહોલ ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ એમ બંને ઝોનનો એકેય વિભાગ કાર્યરત ન હોવાથી કામ અર્થે આવેલા અરજદારો પણ પરત ફર્યા છે. બંને ઝોનમાં બોડકદેવ, જોધપુર, વેજલપુર, સરખેજ, સેટેલાઇટ, વસ્ત્રાપુર, મકતમપુરા, બોપલ, શીલજ સહિતના વિસ્તારો આવે છે. જેના અનેક કામો સફાઈકર્મીઓની હડતાળના કારણે અડધા પશ્ચિમ વિસ્તારના કામો અટવાઈ પડ્યા છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.