એરપોર્ટ અપડેટ:ટ્રુજેટની તમામ ફ્લાઈટ હજુ બેથી ત્રણ દિવસ બંધ રહેશે, 11 ફ્લાઈટ 1થી 4 કલાક સુધી લેટ

અમદાવાદ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

ઉડાન યોજના હેઠળ ટ્રુજેટ એરલાઈન્સ દ્વારા અમદાવાદથી જેસલમેર, કેશોદ, પોરબંદર, નાસિક, કંડલા અને જલગાંવ માટે રોજની 12 જેટલી ફ્લાઈટનું સંચાલન કરવામાં આવે છે. આ એરલાઈન્સના એરક્રાફ્ટને ટેકનિકલ કારણથી હાલ ગ્રાઉન્ડેડ કરવામાં આવ્યો છે.

એરલાઈન્સ દ્વારા ટેકનિકલ ખામી દૂર કરી દેવામાં આવી છે પરંતુ હજુ સુધી તેને સંચાલનમાં લેવા માટે ડીજીસીએની મંજૂરી મળી નથી તેમજ ક્યાર સુધી મંજૂરી મળશે તે અંગે કોઈ ચોક્કસ માહિતી નથી. જેના પગલે હજુ બેથી ત્રણ દિવસ સુધી એટલે કે લગભગ 25 નવેમ્બર સુધી એરલાઈન્સની તમામ ફ્લાઈટો રદ કરાઈ છે. તમામ પેસેન્જરોની ટિકિટ કેન્સલ થતા 100 ટકા રિફંડ અપાશે. સોમવારે અમદાવાદ આવતી-જતી 11 ફ્લાઈટ 1 કલાકથી માંડી 4 કલાક સુધી મોડી પડી હતી. સૌથી વધુ અમદાવાદ-દિલ્હી ફ્લાઈટ 4 કલાક લેટ હતી.

અન્ય સમાચારો પણ છે...