દિવાળી-છઠ પૂજા:ઉત્તર ભારત જતી તમામ ટ્રેન ફૂલ, 300 સુધીનું વેઇટિંગ, બંગાળ, ઓડિસાની ટ્રેનોમાં પણ વેઇટિંગ વધ્યું

અમદાવાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક

દિવાળી અને છઠ પૂજા દરમિયાન મોટી સંખ્યામાં ઉત્તર ભારતીયો વતન જાય છે. જેના પગલે અમદાવાદથી ઉત્તર પ્રદેશ અને બિહાર તરફ જતી તમામ ટ્રેનો હાઉસફુલ થઈ ગઈ છે. અનેક ટ્રેનોમાં સ્લીપર, થર્ડ એસી અને સેકન્ડ એસીમાં મોટી સંખ્યામાં વેઈટિંગમાં પણ ટિકિટો બુક થઈ છે.જેમાં સ્લીપરમાં વેઈટિંગ 200થી વધુ અને કેટલીક ટ્રેનોમાં 300થી વધુ નોંધાયું છે. જ્યારે કેટલીક ટ્રેનોમાં નોરૂમ પણ થઈ ગયું છે, જેના કારણે લોકોને ટિકિટ, વેઈટિંગ ટિકિટ પણ મળતી નથી.

લોકોએ 120 દિવસ પહેલાંથી જ ટ્રેનોમાં બુકિંગ કરાવી લીધું છે. તેમાં પણ સ્લીપર કોચમાં બુકિંગ સૌથી વધુ હોવાની સાથે ટ્રેનોમાં વેઈટિંગ 200થી 300 સુધી પહોંચી ગયું છે. આ જ પરિસ્થિતિ સીટિંગ કોચમાં પણ છે જેમાં વેઈટિંગ 100ને પાર છે.

વધુ વેઈટિંગ હશે તો એક્સ્ટ્રા કોચ જોડાશે
બિહાર અને ઉત્તર પ્રદેશ તરફ જતી ટ્રેનો હાઉસફુલ થતાં ટ્રેનોમાં જરૂરિયાત મુજબ એક્સ્ટ્રા કોચ લગાવવામાં આવશે. એજ રીતે જે રૂટની ટ્રેનમાં તેની ક્ષમતાથી 150 ટકા વેઈટિંગ હશે તે રૂટ પર જરૂરિયાત મુજબ ક્લોન ટ્રેન દોડાવવા માટે પણ સૂચના આપવામાં આવી છે. > આલોક કંસલ, જનરલ મેનેજર પશ્ચિમ રેલવે

અન્ય સમાચારો પણ છે...