ગજબ રીતે ઉમેદવારી ફોર્મ ભર્યા:કોંગી ઉમેદવારોએ લેમ્બોર્ગિની, ઊંટગાડી અને સાયકલ સવારી કરી ફોર્મ ભર્યા, ભાજપના સમર્થક સામે AAP સમર્થકો ભીડાયા

અમદાવાદ2 મહિનો પહેલા

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કામાં અમદાવાદ શહેર અને જિલ્લાની 21 બેઠકો ઉપર મતદાન થવાનું છે. જેના ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે ત્યારે આજે અમદાવાદ શહેર અને જિલ્લાની 14 જેટલી વિધાનસભા બેઠકના ભાજપ- કોંગ્રેસ અને આપના ઉમેદવારો આજે અલગ અલગ જગ્યાએ ફોર્મ ભરવા પહોંચી રહ્યા છે.

અમદાવાદ શહેરની નરોડા, જમાલપુર, નારણપુરા, અસારવા, એલિસબ્રિજ, દરીયાપુર, નિકોલ, વેજલપુર અમરાઈવાડી, મણીનગર, દસ્ક્રોઇ ધંધુકા અને વિરમગામ ના ભાજપ ના ઉમેદવારો આજે પોતાની ઉમેદવારી નોંધાવશે દરેક વિધાનસભામાં ભાજપના ઉમેદવારો સૌથી પહેલા અને ત્યારબાદ જિલ્લા કલેકટર જિલ્લા પંચાયત ઓફિસ અને મામલતદાર ઓફિસ ખાતે પોતાની ઉમેદવારી ચૂંટણી અધિકારી સમક્ષ નોંધાવી રહ્યા છે.

નરોડા વિધાનસભાના ભાજપના ઉમેદવાર પહોંચ્યા ફોર્મ ભરવા પહોંચ્યા હતા. ભાજપના ઉમેદવાર પાયલ કુકરાણી સાથે મેયર કિરીટ પરમાર અને માયાબેન કોડનાની સહિત કાર્યકરો કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. નરોડાના પૂર્વ ધારાસભ્ય માયા કોડનાની કલેક્ટર કચેરીએ ભાજપના હાલના ઉમેદવાર પાયલ કુકરાણી સાથે કલેક્ટર ઓફિસે આવ્યા હતા. માયા કોડનાનીએ જણાવ્યું હતું કે, ડો. પાયલ ભાજપનો જે પણ વિકાસ છે, તેને આગળ ધપાવશે અને નરોડાની જનતા તેમની સાથે છે.

એલિસબ્રિજ વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર અમિત શાહ પણ ફોર્મ ભરવા માટે કલેક્ટર ઓફિસ ખાતે પહોંચ્યા હતા. પોતાના સમર્થકો સાથે તેઓ કલેક્ટર ઓફિસ પહોંચ્યા હતા. અમિત શાહની સાથે પ્રદેશ ઉપપ્રમુખ ગોરધનભાઈ ઝડફિયા તેમજ તેમના સમર્થકો હાજર રહ્યા હતા. ભાજપ અને કોંગ્રેસના બંને પક્ષોના ઉમેદવારો એક સાથે ફોર્મ ભરવા માટે કલેક્ટર ઓફિસ બહાર ભેગા થયા હતા, ત્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કોંગ્રેસ જિંદાબાદ અને ભાજપના કાર્યકર્તાઓએ દેખો દેખો કૌન આયા એલિસબ્રિજ કા શેર આયા અને જય શ્રી રામના નારા લગાવ્યા હતા.

અસારવા બેઠકના ભાજપના ઉમેદવાર દર્શનાબેન વાઘેલા આજે સુભાષ બ્રિજ કલેકટર ઓફિસ સાથે ફોર્મ ભરવા માટે પહોંચ્યા હતા ત્યારે તેઓના ટેકેદારોની સહી વગેરે કલેક્ટર ઓફિસ બહાર આવીને ગાડી ઉપર રાખી અને ફોર્મ ભર્યું હતું. કલેક્ટર ઓફિસ રેલી સ્વરૂપે પહોંચ્યા હતા, ત્યારબાદ કલેક્ટર ઓફિસની બહાર તેઓએ ફોર્મમાં પોતાના ટેકેદારોની સહી બાકી હતી, તે સહી કરાવી હતી. આમ અસારવાના ઉમેદવારે ફોર્મની પ્રક્રિયા કલેક્ટર ઓફિસની બહાર આવીને પૂરી કરી હતી.

ભાજપના અમરાઈવાડી વિધાનસભાના ઉમેદવાર હસમુખ પટેલ અમદાવાદ પૂર્વના સાંસદ હસમુખ પટેલ અને કાર્યકરો સાથે અપના બજાર પહોંચ્યા હતા. ભાજપના ઉમેદવાર અને કાર્યકરો સામે કોંગ્રેસના કાર્યકરોએ નારા લગાવ્યા હતા.

દસક્રોઈ બેઠકના ઉમેદવાર બાબુ જમનાદાસ પટેલ આજે પોતાના સમર્થકો સાથે ફોર્મ ભરવા જઈ રહ્યા છે. બાબુ જમનાદાસ પટેલ ફોર્મ ભરવા જશે ત્યારે આજે કેન્દ્રીય ગૃહ મંત્રી પુરુષોત્તમ રૂપાલા તેમની સાથે હાજર રહેશે ફોર્મ ભરવા જશે તેની પહેલા કમોડ સર્કલ ખાતે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ હાજર રહેશે અને ત્યાં કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા જાહેર સભાને સંબોધશે. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે રેલી સ્વરૂપે બાબુ જમનાદાસ પટેલ કેન્દ્રીય મંત્રીની હાજરીમાં પોતાની ઉમેદવારી નોંધાવશે.

અન્ય સમાચારો પણ છે...