તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • In Ahmedabad, All The Shops Are Closed At 3 O'clock, Heavy Traffic Jam From Kalupur To Astodia, People Are Also Stuck In Traffic In Other Areas.

ટ્રાફિકની સમસ્યા:અમદાવાદમાં મિની લોકડાઉનમાં આંશિક છૂટછાટ અપાયાના પહેલા જ દિવસે રસ્તાઓ પર ટ્રાફિક જામ, કાલુપુરથી આસ્ટોડિયા સુધી જામમાં ફસાયા લોકો

અમદાવાદ2 મહિનો પહેલા
અમદાવાદમાં આંશિક છૂટછાટ બાદ ટ�
  • શહેરમાં આજથી મિની લોકડાઉનમાં આંશિક છૂટછાટો આપવામાં આવી.
  • સવારે 9થી બપોરના 3 વાગ્યા સુધી વેપારીઓને દુકાનો ખુલ્લી રાખવાની પરવાનગી અપાઈ.
  • 3 વાગ્યે દુકાનો બંધ કરાવવાના પગલે શહેરના રસ્તાઓ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા.

અમદાવાદ મિની લોકડાઉનમાં આંશિક છૂટછાટ અપાયા બાદ આજે શહેરના મોટાભાગના તમામ બજારોમાં દુકાનો ખુલી હતી. બપોરના ત્રણ વાગ્યા આસપાસ છૂટછાટની આ મર્યાદા પૂર્ણ થતા રસ્તા પર લોકોની ભીડ જોવા મળી હતી. કાલુપુરથી આસ્ટોડિયા જતા રસ્તા સહિત અનેક વિસ્તારમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ઘણા સમય પછી રસ્તા પર ભારે ભીડના દ્રશ્યો સામે આવ્યા છે.

મિની લોકડાઉનમાં સરકારની આંશિક છૂટછાટ
સમગ્ર રાજ્યમાં કોરોનાના કારણે વધી રહેલા સંક્રમણ સંદર્ભે સરકાર દ્વારા રાત્રી કર્ફ્યુ તથા દિવસ દરમિયાન મોટાભાગની દુકાનો બંધ રાખવાનું નિર્ણય કરવામાં આવ્યો હતો. જેના લીધે ઘણા સમયથી બજારો અને નાની-મોટી દુકાનો બંધ હતી. મિની લોકડાઉન સંદર્ભે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ગઈકાલે આંશિક રાહત આપી હતી અને સવાર 9:00 થી સાંજના 3 વાગ્યા સુધી દુકાનો ચાલુ રાખવા માટે સુચના આપી હતી.

લાંબા સમય બાદ શહેરમાં ભારે ટ્રાફિક જામ જોવા મળ્યો
લાંબા સમય બાદ શહેરમાં ભારે ટ્રાફિક જામ જોવા મળ્યો

માર્કેટ શરૂ થતા શહેરમાં ભારે ટ્ર્ર્રાફિક જોવા મળ્યો
આજે બપોરે ત્રણ વાગે જ્યારે દુકાનો બંધ કરવાનો સમય થયો, ત્યારે શહેરના રસ્તા પર ભારે ભીડ જોવા મળી હતી. મોટી સંખ્યામાં વાહનો ટ્રાફિક જામમાં ફસાયા હતા. પોલીસ દ્વારા ટ્રાફિક ક્લિયર કરવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા. ગુજરાતમાં કોરોનાની બીજી વેવ બાદ પહેલીવાર આ પ્રકારે રસ્તા પર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા રહ્યા છે.

આજથી મિની લોકડાઉનમાં આંશિક છૂટછાટો અપાઈ
આજથી મિની લોકડાઉનમાં આંશિક છૂટછાટો અપાઈ

વેપાર-ધંધા ચાલુ થતા વેપારીઓએ રાહત અનુભવી
સરકારે સવારના 9 થી 3 વાગ્યા સુધી અમુક વ્યાપાર-ધંધા ચાલુ રાખવા માટે પરવાનગી આપી છે. જેમાં ગલ્લા-લારીઓ અને નાના મોટા વેપારીઓને પણ રાહત મળી છે. ઘણા દિવસ બાદ આજે બજારો ખુલતા લોકો ખરીદી કરવા માટે ઉમટી આવ્યા હતા. લોકોને હવે કોરોનાનો ડર પણ છે માટે તમામ લોકો આજે માસ્ક સાથે બજારમાં જોવા મળ્યા હતા.બજારમાં પણ વધારે ભીડ થાય તે માટે વેપારીઓ પણ લોકો ને અવારનવાર તે સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે જણાવતા હતા.આ મિનિ લોકડાઉનમાં સૌથી વધારે અસર થઇ હોય તો તે ફેરિયા અને લારીચાલકો કે જેઓ રોજ કમાઈને ખાતા હોય છે. ઘણા દિવસ બજારો બંધ રહેતા તેઓ પણ લાચાર બન્યા હતા.આથી આજે બજારો ખુલતા તેઓ એ રાહત નો શ્વાસ લીધો હતો.

24 દિવસે શહેરમાં બજારો ફરી ખૂલ્યા
24 દિવસે શહેરમાં બજારો ફરી ખૂલ્યા

રાજ્ય સરકારનો નિર્ણય વેપારીઓએ આવકાર્યો
રાજ્ય સરકારના નિર્ણયને આવકારતા વેપારી આશિષ ઝવેરી એ જણાવ્યું કે, અમે ખૂબ જ ખુશ છીએ. છેલ્લા કેટલાક દિવસ થી અમે એક નાગરિક તરીકેની ફરજ નિભાવી ને ઘરે બેઠા હતા. અમારા ધંધા-રોજગાર બંધ રાખીને રાજ્ય સરકારને સહકાર પણ આપ્યો હતો. પરંતુ એના કારણે અમારા કેટલાક વેપારીઓ ઘણી આર્થિક મુશ્કેલીઓમાં મુકાયા છે. અમારી એટલી જ પ્રાર્થના છે કે આ મહામારી જલ્દીથી જાય અને અમારા ધંધા-રોજગાર ધમધમતા થાય. અમે સરકારની ગાઈડલાઇન મુજબ તમામ વ્યવસ્થા સાથે દુકાનો ખોલી છે બજારમાં ભીડ ન થાય તે માટે પણ અમે સતત ગ્રાહકોને ટકોર કરતા રહીએ છીએ. અમે સરકારે જાહેર કરેલા સમય પ્રમાણે જ દુકાનો ચાલુ રાખી શુ અને તમામ તકેદારી રાખીશું.