તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગુજરાત ચેમ્બર ઓફ કૉમર્સની ચૂંટણી:9 ઉમેદવારોએ ફોર્મ પાછાં ખેંચતાં ચેમ્બરની તમામ બેઠક બિનહરીફ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ગુજરાત ચેમબર ઓફ કોમર્સ - ફાઇલ તસવીર - Divya Bhaskar
ગુજરાત ચેમબર ઓફ કોમર્સ - ફાઇલ તસવીર
  • માત્ર બિઝનેસ કેટેગરી લોકલની બે સીટ માટે ત્રણ ઉમેદવારો રહેતા ચૂંટણી થવાની શક્યતા

ગુજરાત ચેમ્બર ઓફ કૉમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ચાલુ વર્ષ માટે વિવિધ હોદ્દા માટે ઉમેદવારોએ ચૂંટણી ફોર્મ ભર્યા હતા. શનિવારે ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે 9 ઉમેદવારોએ વિવિધ કેટેગરીમાંથી ફોર્મ પરત ખેંચી લેતા તમામ કેટેગરીના ઉમેદવારો બિનહરીફ થયા હતા.

સૌથી વધારે ફોર્મ જનરલ કેટેગરી લોકલ માટે આવ્યા હતા પરંતુ તેમાં ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લેતા 8 બેઠકો બિનહરીફ થઈ હતી. જનરલમાં જૈનિક વકીલ અને જીગીશ શાહની પણ બિન હરીફ નિમણૂક થઇ હતી. કોરોનાના કેસ ઘટતાં ચેમ્બરમાં ચૂંટણીની તારીખ જાહેર કરાઈ હતી.

બિઝનેસ એસોસિએશન લોકલની બે સીટ ઉપર રીલીફ રોડ ઈલેક્ટ્રોનિક એસોસિએશનના પ્રમુખ મેઘરાજ ડોડવાણી, જીડીએમએના પૂર્વ પ્રમુખ યોગેશ પરીખ તેમજ ગુજરાત સ્ટેટ પ્લાસ્ટિક મેન્યુફેક્ચરિંગ એસોસિએશનના શૈલેષ પટેલે ઉમેદવારી નોંધાવી છે. આ એક માત્ર કેટેગરી માટે ચૂંટણી થાય તેવી શકયતા છે. હજી પણ આ કેટેગરીના ઉમેદવાર મેઘરાજ ડોડવાણીને ફોર્મ પરત લેવા સમજાવાઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...