તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનાવાઈરસ:અમદાવાદ જિલ્લાની તમામ સરહદો સીલ, છુપાઈને પ્રવેશનારા સામે કાર્યવાહી થશે

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યમાંથી હિજરત રોકવા સરકારના આદેશ છતાં નાના ચિલોડા પાસે મોટી સંખ્યામાં કામદારો પગપાળા નીકળ્યા હતા. - Divya Bhaskar
રાજ્યમાંથી હિજરત રોકવા સરકારના આદેશ છતાં નાના ચિલોડા પાસે મોટી સંખ્યામાં કામદારો પગપાળા નીકળ્યા હતા.

અમદાવાદ: અમદાવાદ જિલ્લાની તમામ બોર્ડર રવિવાર બપોર પછી સીલ કરી દેવાઈ છે. શહેર અને જિલ્લામાંથી મોટી સંખ્યામાં હિજરત કરતા પરપ્રાંતીય પર રોક લગાવવામાં આવી છે. જિલ્લાના ગામડાંમાંથી ખેતરમાં છુપાઈને અમદાવાદ શહેરમાં પ્રવેશ કરનાર નાગરિકો સામે પણ કડક કાર્યવાહી કરાશે. પરપ્રાંતીયોને રોકોને તેમને શેલ્ટર હોમમાં રાખવામાં આવશે જ્યાં ખાવા-પીવાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. જે લોકોને ફૂડ પેકેટો મળતા નથી તેવા લોકો 079 27560511, 99099 27118 નંબર પર સંપર્ક કરી શકશે. આ નંબર પર સંપર્ક કરનારને ફૂડપેકેટ પહોંચાડાશે. સામાજિક સંસ્થાઓએ આ જવાબદારી લીધી છે. 

અન્ય સમાચારો પણ છે...