ઓનલાઈન અરજી:ટેક્સને લગતી તમામ કામગીરી ઓનલાઈન થઈ,4 દિવસમાં 870ની ટેક્સ અંગે ઓનલાઈન અરજી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • માલિકીના નામમાં ફેરફારની સૌથી વધુ 385 અરજી આવી

મ્યુનિ.એ પ્રોપર્ટી ટેક્સને લગતી તમામ સેવા ઓનલાઈન કરતાં માત્ર 4 દિવસમાં 870 લોકોએ ઓનલાઈન અરજીઓ કરી છે. માલિકીના નામ બદલવાની સૌથી વધુ 385 અરજી આવી છે. સિવિક સેન્ટર પર ઓનલાઈન અરજી કરવા માટેની સુવિધા ઊભી કરાઈ છે.

મ્યુનિ.એ પ્રોપર્ટી ટેક્સને લગતી અરજીઓ ઓનલાઈન જ સ્વીકારવાનો નિર્ણય કર્યો છે. જેથી લોકો ઘેરબેઠા પણ અરજી કરી શકે. જે લોકો ઓનલાઈન અરજી કરી શકે તેમ ન હોય તો તેમના માટે સિવિક સેન્ટર પર ઓનલાઈન અરજી કરી આપવાની વ્યવસ્થા ગોઠવાઈ ખાસ કરીને મિલકતની માપણી કરવી, માલિકીના નામમાં મિલકતના ઉપોયગમાં ફેરફાર, મિલકતના ફેક્ટરમાં ફેરફાર, બિલને લગતી અરજી, મિલકતનો વપરાશ બંધ હોવાની અરજી અને સોલારના ઉપયોગનો ટેક્સમાં લાભ આપવાની અરજીનો સમાવેશ થાય છે. સૌથી વધુ 385 અરજી માલિકી નામમાં ફેરફારને લગતી આવી છે.

ઝોનઅરજી
મધ્ય54
ઉત્તર75
દક્ષિણ246
પૂર્વ164
પશ્ચિમ162
ઉ. પશ્ચિમ92
દ.પશ્ચિમ77
કુલ870
અન્ય સમાચારો પણ છે...