તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેને પગલે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને કર્ફ્યૂ લગવવા માટે નિર્દેશ કર્યો છે. હાઈકોર્ટમાં પણ કોરોનાએ પગપેસારો કર્યો છે. જેમાં સિનિયર જજ સહિત અન્ય કર્મચારીઓ પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે.જેથી ચીફ જસ્ટિસે કોર્ટના તમામ વિભાગોમાં સેનેટાઈઝેશન કરવાનો હૂકમ કર્યો છે. કોરોનાનું સંક્રમણ વધુ ફેલાય નહીં માટે આગામી 10થી 14 એપ્રિલ સુધી હાઈકોર્ટને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.કોરોનાને કારણે હાઈકોર્ટમાં હજી પણ પ્રત્યક્ષ સુનાવણી કરવામાં આવી નથી. હાલની પરિસ્થિતિ જોતા લાગે છે કે હાઈકોર્ટની કાર્યવાહી યુટ્યુબ અને ટેલિગ્રામ ચેનલ સાથે ઓનલાઈન જ હાથ ધરવામાં આવશે.
ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ પારડીવાલા સંક્રમિત થયા હતાં
ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ જે.બી.પારડીવાલા પણ કોરોનાગ્રસ્ત થયા છે. જો કે તેમને કોઇ લક્ષણો ન હોવા છતાં દર 15 દિવસે નિયમિત ટેસ્ટ કરાવવાની આદતને લીધે તેઓ કોર્ટના સ્ટાફને ચેપ લાગતો રોકી શક્યા છે. રિપોર્ટ પોઝિટિવ આવતાં તે એસિમ્ટોમેટિક હોવાથી હોમ કોરન્ટાઇન થયા છે. હાલ તેમની તબિયત સ્વસ્થ છે, પરંતુ કોરોના ગાઇડલાઇન મુજબ ઘરે જ આઇસોલેશનમાં તબીબી દેખરેખ હેઠળ છે. જે.બી. પારડીવાલાના પત્નીનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. અગાઉ હાઈકોર્ટના 3 સિનિયર જજ પણ કોરોના સંક્રમિત થઈ ચૂક્યા છે. હાઈકોર્ટમાં કોરોના અંગે સુઓમોટીની અરજી પણ જે.બી. પારડીવાલાએ કરી હતી. જોકે હવે હાઇકોર્ટેના અન્ય સ્ટાફનો પણ ટેસ્ટ કરવામાં આવશે.
શનિવારે મેટ્રો કોર્ટમાં ચીફ જજ સહિત 2 જજ સંક્રમિત થયા હતા
અમદાવાદની મેટ્રો કોર્ટમાં પણ કોરોનાના કેસો સામે આવ્યા હતા.. ઘી કાંટા મેટ્રો કોર્ટના CJM એ.વાય. દવે સહિત બે જજ અને સ્ટાફ પોઝિટિવ આવ્યા હતા. કુલ 15 જેટલા લોકો કોરોના પોઝિટિવ આવતાં કોર્ટમાં હાહાકાર મચ્યો હતો. રાજ્યની અન્ય નીચલી કોર્ટમાં પણ કોરોનાનું સંક્રમણ વધતા બંધ રાખવાની ફરજ પડી હતી, ત્યારે કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખી અમદાવાદમાં પણ નીચલી કોર્ટ બંધ રાખવામાં આવે અને ઓનલાઇન સુનાવણી થાય તેવી શક્યતા રહેલી છે.
મેગા લોક અદાલત મોકૂફ રખાઈ છે
નીચલી કોર્ટોમાં કોરોનાના કેસ વધતા 10 એપ્રિલના રોજ રાજ્યની કોર્ટોમાં યોજાનારી મેગા લોક અદાલત પણ મોકૂફ રખાઈ છે. કોરોનાની અસર ન્યાયતંત્ર પર વર્તાઇ છે. જેથી રાજ્યમાં કોરોના સંક્રમણ વધતા લોક અદાલત મોકૂફ રાખવાની ફરજ પડી છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.