• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • All Over And Under Bridges Of Ahmedabad Will Be Washed Away With Water, Strict Action Will Be Taken Against Shopkeepers And Traders Who Spread Dirt And Nuisance.

સફાઈ ઝૂંબેશ:અમદાવાદના તમામ ઓવર અને અંડર બ્રિજ પાણીથી ધોવાયા, ગંદકી અને ન્યુસન્સ ફેલાવનારા દુકાનદારો અને વેપારીઓ સામે કડક કાર્યવાહી થશે

અમદાવાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક

ચોમાસાની વિધિવત રીતે વિદાય થઈ ચૂકી છે ત્યારે શહેરમાં હવે તમામ બ્રિજોને સફાઈ કરવાની કામગીરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. બે દિવસથી શહેરના તમામ ફ્લાયઓવર તથા અન્ડરબ્રિજની સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. કુલ 65 ઓવરબ્રિજ અને અન્ડરબ્રિજને પાણીથી ધોઈને સફાઈ કરવામાં આવી છે.

શહેરને સ્વચ્છ બનાવવાની પહેલ અંતર્ગત મ્યુનિસિપલ કમિશનર થેન્નારસનની સૂચનાને પગલે તમામ બ્રિજની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી છે. દર મહિને એકવાર તમામ બ્રિજ પાણીથી સાફ કરવામાં આવશે. ગંદકી અને ન્યુસન્સ અટકાવવા તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટિક વિરોધી ઝૂંબેશ માટે ઊંઘેલા સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ ને હવે કમિશનરે દોડતું કરી અને જ્યાં પણ ગંદકી ફેલાવવામાં આવતી હોય તેઓને સામે કાયદેસરની કાર્યવાહી કરી અને દંડ ફટકારવાની સૂચના પણ આપી છે. જેના ભાગરૂપે શહેરના તમામ ઝોનમાં ચેકિંગ કરીને 235 એકમોને નોટિસ ફટકારીને રૂ. 70,550નો વહીવટી ચાર્જ વસૂલ કરાયો છે. 6 8 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.

શહેરના તમામ અંડરબ્રિજ અને ઓવરબ્રિજ પર ધૂળ અને વાહનોના કારણે બ્રિજ ખૂબ જ ખરાબ લાગતા હતા. બ્રિજની નિયમિત સફાઈ કરવામાં આવતી ન હોવાને કારણે બ્રિજની સાઈડમાં તથા અન્ય જગ્યાએ કચરો રહેતો હતો. જેથી શહેરના કાલુપુર બ્રિજ, અજિત મિલ બ્રિજ, નારોલ બ્રિજ, મેમ્કો બિજ. ઈસ્કોન બ્રિજ, ચામુંડા બ્રિજ, પરિમલ બ્રિજ, ગુજરાત કોલેજ બ્રિજ, સહિત જુદા જુદા વિસ્તારોના બ્રિજની સફાઈ કરવામાં આવી રહી છે.

AMC સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા શહેરના તમામ ઝોનમાં દુકાનો, વાણિજ્ય એકમો, શાકમાર્કેટમાં ચેકિંગ કામગીરી હાથ ધરાઈ હતી અને ગંદકી, ન્યુસન્સ ફેલાવવા બદલ 189 એકમોને નોટિસ ફટકારાઈ હતી અને રૂ. 56850નો દંડ વસૂલ કરાયો હતો. પ્રતિબંધિત પ્લાસ્ટિક વિરોધી ઝુંબેશ હેઠળ 46 એકમોને નોટિસ આપીને રૂ. 13,700 દંડ વસૂલ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...