તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:વસઇના તળાવ ખોદકામમાં તમામ કામગીરી કાયદેસર

અમદાવાદ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રૂ. 48લાખ રોયલ્ટી ચૂકવી, કૌભાંડની વાત હરિફોએ ઉપજાવી કાઢી : સરપંચ

વસઇ ગામના તળાવમાંથી માટી ખોદી ઊંડું કરવાની કામગીરીમાં સરકારી મંજૂરી લેવામાં આવી છે અને તેમાં નિયમાનુંસાર રૂ. 48 લાખની રોયલ્ટી ભરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. સરપંચ દ્વારા કાયદેસર રીતે સમગ્ર કાર્યવાહી કરવામાં આવી છે. દસ્ક્રોઇ તાલુકાના વસઇ ગામમાં માટી કૌભાંડ બાબતે પ્રકાશિત અહેવાલ બાબતે જાણવા મળતી વિગતો મુજબ સરપંચ નવલસિંહ ચૌહાણે ઠરાવ કરી ભુસ્તર શાસ્ત્રીની કચેરીમાંથી માટી કાઢવા માટે મંજૂરી માગી અને મંજૂરી મળતા માટી કાઢી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ અંગે સરપંચ નવલસિંહ ચૌહાણે નિવેદનમાં જણાવ્યું હતું કે, સુજલામ સુફલામ યોજના અંતર્ગત ગામમાં સિંચાઇના મોટા તળાવો આવેલા છે. તેમાં સરકારના નિયમો મુજબ માટી ખોદકામ અને અન્ય કામગીરી માટે રૂ. 48 લાખની રોયલ્ટી ભરી કલેક્ટરનો હુકમ મેળવવામાં આવ્યો હતો. ગામના તળાવનો જૂનો બ્લોક નં. 957 છે અને નવો 629માં માપણીમાં ખોટા નંબર દર્શાવેલા છે. કિસાનોના હિતમાં અમે તળાવ ઊંડું કરાવતા જનસેવક તરીકેને અમારી પ્રતિભાને ખરડવા માટે કેટલાક હિતશત્રુઓએ માટી કૌભાંડની ખોટી વાર્તા ઘડી કાઢી હતી. હકીકતમાં તેમાં કોઇ કૌભાંડ આચરવામાં આવ્યું નથી. માત્ર રાજકીય કારકિર્દીને હાનિ પહોંચાડવા માટે સમગ્ર વાત ઉપજાવી કાઢવામાં આવી હતી. સરકારી ખરાબા હેઠળની તળાવમાંથી પુરાણ હેતું માટી કાઢી હોવાનું ફલિત થાય છે. વસઇ ગામના સરપંચ ચૌહાણ નવલસિંહ પ્રતાપસિંહે વધુમાં જણાવ્યું હતું  કે, સરપંચની ચૂંટણીમાં તેઓ સામે 7 જેટલા ઉમેદવારો હતા. પરંતુ વિકાસના કામોને લઇ લોકોએ તેઓને સરપંચ તરીકે ચૂંટી કાઢ્યા હતા. જેથી હાર પચાવી ન શકતા કેટલાક લોકો ખોટી રીતે હેરાન કરી માનસિક ત્રાસ આપી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો